Site icon Gujarat Today

ઓરિસ્સામાં ટોળાએ ટ્રકને આગ ચાંપી ગૌમાંસ પરિવહન કરવાનો આરોપ

(એજન્સી) બ્રહ્મપુર, તા.ર૪
રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી પસાર થતી એક ટ્રકને ટોળાએ ગૌમાંસ વાહન કરવાનો આક્ષેપ મૂકી સળગાવી મૂકી.
ગોલનપરા નજીક ટોળાએ હુમલો કરતા ટ્રકચાલક અને સહાયક ઘટના સ્થળેથી ભાગી છૂટ્યા. ટ્રક બિહારથી મુંબઈ જવા રવાના થઈ હતી. પરંતુ રસ્તામાં સંતુલન બગડતાં ટ્રક પલટી ખાઈ ગઈ. ટ્રક અકસ્માતનો ભોગ બની ત્યારે તેમાંથી એક પેકેટ બહાર પડ્યું જેમાં ગૌમાંસ હોવાનો સ્થાનિકોએ આક્ષેપો મૂક્યા હતા.
બ્રહ્મપુરના સબ ડિવિઝનલ ઓફિસર અશોકકુમાર મોહંતીએ નિવેદન આપ્યું છે કે અમે પેકેટની સામગ્રીની તપાસ કરીશું જેથી સુનિશ્ચિત કરી શકાય કે તેમાં ગૌમાંસ હતું કે નહીં. આ દરમ્યાન સમગ્ર પંથકમાં તણાવની સ્થિતિ સર્જાતા લોકો દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગને અવરોધવામાં આવ્યો અને ટ્‌ક ચાલક અને સહાયકની તાત્કાલિક ધરપકડની માગણી કરવામાં આવી.
ઉચ્ચ પોલીસ અધિકારીએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી અને ટ્રકના કેટલાક પેકેટ જપ્ત કર્યા.
અશોકકુમાર મોહંતીના જણાવ્યા મુજબ રાષ્ટ્રીય ધોરીમાર્ગને હવે અવરોધમુક્ત બનાવવામાં આવ્યો છે.

Exit mobile version