(એજન્સી) તા.૧૭
સનાતન સંસ્થા સાથે જોડાયેલા હોવાના શકમંદ વૈભવ રાઉતની ધરપકડ બાદ નાલાસોપારાના નિવાસીઓને રાહતના શ્વાસ લીધા હતા. તેની આતંકીત પ્રવૃતિઓને કારણે તેના પાડોશીઓ પર ભયભીત હતા. પોલીસના જણાવ્યાનુસાર રાઉત પોતાને ગૌરક્ષક તરીકે ઓળખાવતો હતો. તે બકરી ઈદ દરમિયાન અનેકવાર હુમલાઓની ઘટનાઓમાં સામેલ પણ હતો. રાઉત પર કોમી તંગદિલી ફેલાવવાનો પણ આરોપ હતો. ખાસ કરીને સોપારાના લોકો તેનાથી હેરાન હતા. તે સ્થાનિકોને પરેશાન કરતો. ગેરકાયદેસર રીતે મટન તથા બીફની દુકાનો પર દરોડા મારતો હતો. દર વર્ષે પોલીસ પણ તેને વિસ્તારમાંથી ટૂંકા ગાળા માટે બહાર કરી દેતી હતી. તેને ૧૪૪ની કલમ હેઠળ નોટિસ પણ ફટકારતી હતી. જોકે તે રાજકીય પ્રભાવ ધરાવતો હતો. કેમ કે તે પોતાને ગૌરક્ષક તરીકે ઓળખાવતો હતો. જોકે તેની ધરપકડ બાદ પોલીસે પણ રાહતના શ્વાસ લીધા છે. સોપારા ગામના મુસ્લિમ સમુદાયના લોકો અને ખાસ કરીને કસાઈ સમુદાયના લોકો ભયભીત હતા અને રાઉતની પ્રવૃતિઓને કારણે અસુરક્ષા અનુભવતા હતા. જોકે સરકાર દ્વારા બીફ પર તો બેન છે તેમ છતાં તે મીટ શોપ પર દરોડા મારતો અને સ્થાનિકો તથા દુકાન માલિકોને હેરાન કરતો હતો. એક સ્થાનિક અનિશ કુરેશીએ કહ્યું કે ૨૦૧૪માં રાઉતે બળજબરીપૂર્વક મારો ટેમ્પો અટકાવ્યો હતો અને તેણે ડ્રાઈવર સાથે મારપીટ કરી હતી. જ્યારે મારા ડ્રાઈવરે મને જાણ કરી તો હું ઘટનાસ્થળે પહોંચી ગયો. પણ રાઉતના સાથીઓ મારી સાથે પણ ગેરવર્તણૂંક કરવા લાગ્યા. અને તેઓ કહેવા લાગ્યા કે આ ગાયનું માસ છે. તેઓ અમને નાલાસોપારા પોલીસ સ્ટેશને બળજબરીપૂર્વક લઈ ગયા. અમે તમામ પ્રકારના દસ્તાવેજો રજૂ કર્યા. ત્યારે તેમણે રાઉત વિરુદ્ધ કેસ નોંધ્યો અને પોલીસે અમને મુક્ત કર્યા.