Site icon Gujarat Today

મોબ લિંચિંગથી મુસ્લિમ યુવકને બચાવનાર શીખ પોલીસકર્મીનું સન્માન

(એજન્સી) નવી દિલ્હી, તા.ર૧
કથિતરૂપે હિન્દુત્વના ટોળાઓ દ્વારા આચરવામાં આવેલ મોબ લિંચિંગથી મુસ્લિમ યુવકને બચાવનાર શીખ સબ-ઈન્સ્પેક્ટર ગગનદિપસિંઘનું રાજ્ય સરકાર દ્વારા મેડલ આપીને સન્માન કરવામાં આવ્યું છે.
૧પમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના રોજ સિંઘને ડીજીપી અનિલ રાઠુડી દ્વારા ‘પ્રશંસનીય સેવા સન્માન ચિહ્‌ન’ મેડલ આપવામાં આવ્યું.
મુસ્લિમ યુવકને બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના ટોળાથી બચાવવાનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો બાદ સિંઘની ચોમેર પ્રશંસા થઈ રહી છે. આ ઘટના રર મેના રોજ ઘટી હતી, જ્યારે આ મુસ્લિમ યુવક એક હિન્દુ યુવતી સાથે રામનગરના ગિરિજા દેવીના મંદિરની આસપાસ જોવા મળ્યો હતો.

Exit mobile version