અમદાવાદ,તા.૭
પાસના કન્વીનર અને યુવાનેતા હાર્દિક પટેલ છેલ્લા ૧૪ દિવસથી આમરણાંત ઉપવાસ પર છે ત્યારે તેના ઉપવાસને લઈને ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની રિટ કરવામાં આવી હતી. પરંતુ તે અરજીને થોડી જ વારમાં પરત ખેચવામાં આવી હતી અને આ અરજીની તત્કાલ સુનાવણી કરવાની માગ કરાઈ હતી. આ જાહેરહિતની અરજી હાર્દિક પટેલના ઉપવાસ અને તેની કથળતી તબિયત મામલે કરવામાં આવી હતી. હાર્દિક પટેલના ઉપવાસને લઈ હાઈકોર્ટમાં વધુ એક રિટ કરવામાં આવી છે. આ જાહેરહિતની રિટ હાર્દિકની બગડતી તબિયતને લઈને કરવામાં આવી હતી અને આ અરજીમાં તત્કાલ સુનાવણી કરવાની માગ કરવામાં આવી હતી. જેને અર્જન્ટ સરકયુલેશન કોર્ટે મંજુરી પણ આપી દીધી હતી અને આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી કરવાની પણ બધી તૈયારીઓ કરી લેવામાં આવી હતી. પરંતુ છેલ્લી ઘડીએ અરજી પરત ખેંચવામાં આવી હતી. આ અરજી પરત ખેંચવાથી પણ લોકોમાં વિવિધ નવી અટકળો થવા લાગી છે.