(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૧૧
રિયલ એસ્ટેટ રેગ્યુલરી ઓથોરિટી (રેરા)એ મિલકત ખરીદનારના હક માટે સ્પષ્ટ ગાઇડલાઇન બાબતે ૫રિપત્ર જાહેર કર્યો છે. તે મુજબ હવે કોઇ પણ મિલકત વેચાણ આપનારે મિલકત ટ્રાન્સફર વખતે મિલકત પર તેમને કોઇ હક નથી. તેવી બાહેધરી આપવી પડેશે. ડેવલોપર્સ કે પ્રમોટર્સ દ્વારા રજૂ થતાં દસ્તાવેજોમાં અનેક વિસંગતતા અને ક્ષતિઓ જોવા મળવાની ફરિયાદોના પગલે રેરાએ રજિસ્ટ્રેશન માટે રજૂ થતાં લિગલ દસ્તાવેજો માટેની ગાઇડલાઇન સ્પષ્ટ કરતો પરિપત્ર જાહેર કર્યો છે. પ્રમોટર કે, મૂળ માલિકને પ્રોજેક્ટની જમીન મિલકત તેને ખરીદનાર અને એસોસીએશનને ટ્રાન્સફર કર્યા પછી ખરીદી કરનારાનાં કોઇ હિતને નુકશાન થાય તેવા કોઇ પણ પ્રકારના હક રહેતા નથી. એટલું જ નહીં પ્રફોર્મા ફોર સેલ ડીડમાં વેચાણ દસ્તાવેજમાં જમીન માલિકો, ડેવલોપર્સ કે હિત સંબંધ ધરાવતી તમામ વ્યક્તિઓએ વેચાણ આપનાર કે કર્ન્ફમિંગ પક્ષકાર તરીકે જોડાવા અંગે સ્પષ્ટતા કરવી પડશે.