(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૩
માર્કસવાદી કમ્યુનિસ્ટ પાર્ટીએ જણાવ્યું છે કે કેગની રિપોર્ટે ભાજપ સરકારના ના માત્ર આર્થિક ખરાબ આયોજનને ઉજાગર કર્યું છે, પરંતુ કથિત વિકાસના દાવાઓની પણ પોલ ખોલી દીધી છે. કેગની રિપોર્ટ અનુસાર રાજ્યનો જીડીપી દર ૬.૪ ટકા રહી ગયો છે. જે ૧૪માં નાણાપંચના અંદાજથી અડધો પણ નથી. આજે અહીં જારી એક નિવેદનમાં માકપા રાજ્ય સચિવ મંડળે જણાવ્યું છે કે તમામ સરકારી વિભાગોમાં માર્ગથી લઈને સિંચાઈ અને રહેઠાણથી લઈને પીવાના પાણી સુધી તમામ કલ્યાણકારી યોજનાઓમાં જે રીતે અનિયમિતતાઓ અને ગડબડ જોવા મળી છે, તે સામાન્ય જનતાના નાણાંનો જાહેરમાં દુરૂપયોગ છે અને આ ભ્રષ્ટાચારની શ્રેણીમાં આવે છે. માકપા રાજ્ય સચિવ સંજય પરાતે જણાવ્યું છે કે ભાજપ શાસનમાં કેગ રિપોર્ટોનો અભ્યાસ કરવામાં આવે તો આ સત્ય સામે આવે છે કે પાછલા ૧પ વર્ષોમાં બજેટ ફાળવણીના એક લાખ કરોડ રૂપિયા ભ્રષ્ટાચારના હવનકુંડમાં બળીને રાખ થઈ ગયા છે પરંતુ આજ સુધી તેની માટે જવાબદાર મંત્રી-અધિકારી-કોન્ટ્રાક્ટરની વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ સરકાર અને વહીવટી તંત્રને ચલાવવામાં ભાજપની અક્ષમતાને જ દર્શાવે છે જે જીરો ટોલેરન્સનો જાપ કરે છે. માકપાએ આરોપ લગાવ્યો છે કે એક બાજુ સામાન્ય જનતા માળખાકીય માનવીય સુવિધાઓથી વંચિત છે, ત્યાં બીજી તરફ તેમના વિકાસના નામે બનાવવામાં આવેલી યોજનાઓમાં સુનિયોજીત રીતે ઘાલમેલ કરવામાં આવી રહી છે.