Site icon Gujarat Today

વસ્તીના મામલે ભારત હવે ચીનથી આગળ નીકળી જશે…

(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૩
ચીન દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ તરીકે જાણીતો છે. હવે ટૂંક સમયમાં જ ભારત ચીનનું સ્થાન લેશે. કારણ કે ચીની વસ્તી વધારાનો દર ધીમો પડી ગયો છે. ચીનના સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ મુજબ ર૦૧૮ના આઠ માસમાં ચીનની શુદ્ધ જનસંખ્યા વૃદ્ધિ ભારતમાં ૧૪૦ લાખની તુલનામાં ૪૧ લાખ હતી. એશિયા ટાઈમ્સે મંગળવારે જણાવ્યું કે ૯ સપ્ટેમ્બર ર૦૧૮ સુધી ભારતની કુલ જનસંખ્યા ૧.૩૩૬ અરબ છે. જે ધીમે ધીમે ચીનની ૧.૩૩૯ અરબ સુધી પહોંચી શકે છે. ઘટતા શ્રમિકો અને વૃદ્ધોની આબાદીની ગંભીર જનસંખ્યાની સમસ્યાનો સામનો કરતા બેઈજિંગના અધિકારીઓએ ર૦૧૬માં વિવાદાસ્પદ એક બાળકની નીતિ બનાવી હતી. જોડા માટે માત્ર બે બાળકો હોઈ શકે ૧૯૭૦ના દશકના અંતે ચીની બાળકો માટે પહેલીવાર એક બાળકની નીતિ રજૂ કરાઈ હતી. આ વાત વચ્ચે એક ઉભરતી આબાદી દેશની અર્થવ્યવસ્થા અને ભૂગોળ ખતમ કરી દેશે. જોકે નીતિની છૂટ જનસંખ્યા વૃદ્ધિને વધારવામાં વિફળ રહી. એશિયા ટાઈમ્સ મુજબ ચીનમાં ગયા વર્ષે ૧૭૦ લાખ બાળકો પેદા થયા. જે દેશની બુઢાપાની આબાદીને સમાપ્ત કરવા માટે ર૦૦ લાખ જન્મથી ઓછા છે. કેટલાક લોકો બાળકોને રાખવામાં રૂચિ રાખતા નથી. કેટલાક નાણાકીય બોજ ચાહતા નથી. રવિવારે ચીની સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, તેઓ ત્રણ કાર્યાલયોથી છૂટકારો મેળવવા જઈ રહ્યા છે. જે પહેલાં પરિવાર નિયોજન પર કેન્દ્રિત છે. એક સંકેત એ છે કે બેઈજિંગ પ્રસવ અને અતિરેક્ત પ્રતિબંધો ઓછા કરી શકે છે. રોયટર્સે સોમવારે બતાવ્યુ ંકે, જનસંખ્યા નિગરાની અને પારિવારિક વિકાસ સાથે જન્મનીતિમાં સુધાર માટે જવાબદાર એક નવું કાર્યાલય લાગુ કરાશે.

Exit mobile version