Site icon Gujarat Today

સુપ્રીમના નિર્ણય બાદ વોટર આઈડી સાથે જોડાશે આધારકાર્ડને : મુખ્ય ચૂંટણી કમિશનર

નવી દિલ્હી, તા.૧
મુખ્ય ચૂંટણી કમિશનર ઓ.પી. રાવતે કહ્યું છે કે, સર્વોચ્ચ અદાલતના નિર્ણય પછી, આ પ્રક્રિયાને મતદાર ઓળખપત્ર (મતદાર આઈડી)ને ’આધાર’ સાથે જોડવાની પ્રક્રિયા ફરીથી શરૂ થશે.
આધાર માટે ઉચ્ચત્તમ અદાલત દ્વારા માન્ય કરાર બાદ મતદાર આઈડીથી જોડાયેલ પ્રશ્ન પર તેમણે કહ્યું – ‘આ પ્રોજેક્ટ, અદાલતમાં આધાર કેસમાં વિચારણા કરવાના મામલામાં રોકવામાં આવ્યો હતો. હવે નિર્ણયનું અધ્યયન પછી અદાલતના આદેશ અનુરૂપ તે ફરીથી શરૂ થશે.’ રાવતે કહ્યું કે મતદાતા યાદીમાં નિર્દોષ બનાવવા માટે ફેબ્રુઆરી ૨૦૧૫માં આધારથી મતદાર ઓળખપત્ર જોડવાની યોજના શરૂ થઈ. ઓગસ્ટ ૨૦૧૫ માં આધારની કાયદેસરતા સાથે જોડાયેલ મામલો સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો. ત્યાં સુધી આશરે ૩૩ કરોડ મતદાતા ઓળખપત્ર આધાર સાથે જોડાઇ ચૂક્યા હતા. આગામી વિધાનસભાની અને લોકસભાની ચૂંટણી પહેલાં પૂરા કરવાના પ્રશ્નો પર તેઓએ કહ્યું કે ’યોજના શરૂ કરવાનો સમય હજુ બાકી છે. કામ જેટલું જલ્દીથી પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરીશું. જોઇએ કે કેટલો સમય લાગે છે.
અપરાધીઓને ચૂંટણી લડવાથી રોકવાના સંબંધિત ઉચ્ચતમ અદાલતના ચુકાદામાં રાવતે જણાવ્યું હતું કે, આયોગ આ નિર્ણયનું પણ અધ્યન કરીને અમલ કરવા માટે પ્રયત્ન કરશે.

Exit mobile version