(એજન્સી) અમૃતસર, તા.ર૦
અમૃતસરમાં દશેરાના દિવસે એક મોટી ટ્રેન દુર્ઘટના થઈ. આ દરમિયાન રામલીલા જોવા આવેલા અનેક લોકોને બે ટ્રેનોએ પોતાના શિકાર બનાવ્યા હતા. કોઈ પોતાના બાળકોની સાથે આ મેળામાં પહોંચ્યું હતું તો કોઈ પોતાના માતા-પિતાની સાથે અહીં રાવણ દહન જોવા આવ્યા હતા. પરંતુ તેમને ખબર ન હતી કે આ તેમના જીવનની અંતિમ રામલીલા હશે અને રાવણ વધની સાથે-સાથે તેઓ પોતાનો પણ જીવ ગુમાવી દેશે. ત્યાં આ દુર્ઘટનાની ચપેટમાં ના માત્ર દર્શકો જ પરંતુ પોતે રાવણનું પાત્ર ભજવી રહેલા દલબીરસિંહ પણ આવી ગયા, લોકોનો જીવ બચાવતા-બચાવતા દલબીરસિંહ પોતાનો જીવ પણ ગુમાવી બેસ્યા. દુર્ઘટનાની થોડીક મિનિટ પહેલાં જ તેઓ રામલીલા સમાપ્ત કરીને પોતાના ઘર ૮ માસના પુત્રને મળવા નીકળ્યા હતા. પરંતુ પાટા પર પહોંચતા જ તેમને ટ્રેનના આવવાનો અવાજ સંભળાયો અને ઘર ના જતા ત્યાં હાજર લોકોને હટાવવા લાગ્યા. પરંતુ તેમને જાણ ન હતી કે તેઓ દુર્ઘટનામાં પોતાનો જીવ પણ બચાવી શકશે નહીં. ર૪ વર્ષનો બદલબીરસિંહ આ વર્ષે પોતાની સોસાયટીની રામલીલામાં રાવણનું પાત્ર ભજવી રહ્યો હતો. દશેરાના દિવસે જ્યારે દુર્ઘટના થઈ તે સમયે તે રામલીલાથી નીકળીને પાટા પાસેથી પોતાના ઘર જઈ રહ્યો હતો. ત્યારે તેમણે જલંધરથી પૂરઝડપે આવતી ટ્રેન જોઈ અને તેઓ દોડીને લોકોને હટાવવા લાગ્યા. બૂમો પાડીને પાટા તરફ ભાગ્યા પરંતુ તેઓ પોતે ટ્રેનના શિકાર થઈ ગયા. તેમની માતાનું કહેવું છે કે તેમના પુત્ર દલબીરે ખૂબ જ હિંમતનું કામ કર્યું છે. દલબીર તેની પાછળ તેની વિધવા માં, તેની પત્ની અને ૮ માસનો પુત્ર છોડી ગયો છે. દલબીરના પરિવારની માગ છે કે દલબીરની પત્નીને સરકારી નોકરી મળે અને દુર્ઘટના માટે જવાબદાર લોકોને સજા આપવામાં આવે.