(એજન્સી) નવી દિલ્હી, તા.ર૬
કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકાર્યો હતો. જેમાં સીવીસીને સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્માની સામે બે અઠવાડિયામાં તપાસ પૂરી કરી દેવા જણાવાયું છે. સુરજેવાલાએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટનો ચુકાદો સુપ્રીમ કોર્ટની સ્વતંત્રતાને નષ્ટ કરવા ઈચ્છતા લોકો માટે તમાચા સમાન છે. ૧ર નવેમ્બરે સુપ્રીમ કોર્ટ આ કેસની સુનાવણી કરશે. મોદી સરકાર પાપી પ્રયાસોથી CBI પર કબજો કરવા માંગતી હતી. પરંતુ સીવીસી મોદી સરકારના પેદા તરીકે કામ કરી નહીં શકે કારણ કે સુપ્રીમ કોર્ટના જજની નિગરાની રહેશે. CBI અને સીવીસી જેવી મોટી સંસ્થાઓની છાપને કેવી રીતે ખરાબ કરાઈ તેને ઈતિહાસ ભૂલી નહીં શકે. વિશ્વાસ ઓછો થવા માટે તમે કારણભૂત છો.
મોદી સરકાર પર હુમલો કરતાં સુરજેવાલાએ કહ્યું કે, લોકો હવે ર૦૧૯ને યાદ રાખી તેનો અંત લાવશે. મોદી સરકાર કાનૂનના અમલ સામે નિષ્ફળ પુરવાર થઈ. CBIના વડા આલોક વર્માએ કેન્દ્રના નિર્ણયને સુપ્રીમમાં પડકાર્યો છે. તેમણે નાગેશ્વર રાવની નિમણૂકને પણ પડકારી છે. સુપ્રીમ કોર્ટે નવા CBI ડાયરેક્ટરને કોઈ નીતિ વિષયક નિર્ણય ન લેવા સૂચના આપી છે. CBIના વડા આલોક વર્માને હોદ્દા પર પુનઃ સ્થાપિત કરવા રાહુલ ગાંધીએ દિલ્હીમાં કૂચ યોજી હતી. તેમણે વડાપ્રધાન મોદીને માફી માંગવા કહ્યું હતું. મોદીએ દેશની દરેક સંસ્થાઓનો વિનાશ કર્યો છે. પછી તે CBI કે EC હોય દરેક પર હુમલો કર્યો છે. જેની પાછળનું કારણ એ છે કે, ચોકીદાર ચોર છે. અનિલ અંબાણીના પોકેટમાં ૩૦ હજાર કરોડ મૂક્યા છે. કોંગ્રેસ ચોકીદારને ચોરી માટે છોડશે નહીં. વિપક્ષો પણ નહીં છોડે. કોંગ્રેસે કહ્યું કે, આલોક વર્મા સામેનું પગલું ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે. કોંગ્રેસના નેતાઓએ અને બીજા વિપક્ષોએ CBI કાર્યાલય સમક્ષ દેખાવો યોજ્યા હતા. દેખાવો દેશના બીજા ભાગોમાં પણ થયા હતા.