Site icon Gujarat Today

એ.આર. રહેમાને પુરૂષ હોકી વર્લ્ડ કપનું શાનદાર પ્રોમો ટિઝર લૉન્ચ કર્યું

મુંબઈ, તા.૧૯
ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં ૨૮ નવેમ્બરથી શરૂ થઇ રહેલ પુરૂષ હોકી વિશ્વ કપના આધિકારિક એંથમનું ટીઝર રિલીઝ થઇ ગયું છે. આ એંથમને એ.આર. રહેમાને તૈયાર કર્યુ છે. જેમા બોલિવૂડના ‘કિંગ ખાન’ એટલે કે, શાહરૂખ ખાન પણ નજર આવી રહ્યા છે. ૪૬ સેકન્ડના આ વીડિયો ટીઝરમાં ઓડિશાની સાંસ્કૃતિક ઝલક અને ભારતીય હોકી ટીમના ખેલાડી પણ નજર આવી રહ્યા છે.
ઓસ્કર વિનિંગ કંપોઝર એ.આર. રહેમાનએ પોતાના ટ્‌વીટર એકાઉન્ટ પર પણ આ વીડિયોને પોસ્ટ કરતા લખ્યું છે, ‘હોકી વર્લ્ડ કપ ૨૦૧૮ના એંથમ ‘જય હિંદ ઇન્ડિયા’નો પ્રોમો જેમા શાહરૂખખાન અને બીજા સંગીતકાર પણ છે, જેમણે તેને બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું.’
નોંધનીય છે કે, શાહરૂખ ખાન મેંસ હોકી વર્લ્ડ કપ ૨૦૧૮ માટે પ્રચાર કરી રહ્યા છે. પુરૂષ હોકી વર્લ્ડ કપ ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં ૨૮ નવેમ્બરથી ૧૬ ડિસેમ્બર સુધી ચાલશે. એ.આર.રહેમાન ઓપનિંગ સેરેમનીમાં પણ ભાગ લેશે. તેઓ કટકમાં વર્લ્ડ કપ સેલિબ્રેશન ઇવેન્ટમાં પણ પરફોર્મ કરશે. ભારતને પૂલ-સીમાં બેલ્જિયમ, દક્ષિણ આફ્રિકા અને કેનેડાની સાથે છે.

Exit mobile version