Site icon Gujarat Today

સુરતના પાલીગામ ખાતે જમીન બાબતે છેતરપિંડી કરતાં પરિવાર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૯
પાલીગામમાં રહેતા દેસાઈ પરિવારે ર૪ વર્ષ પહેલાં ખેતીકામ તથા કન્સ્ટ્રકશન વ્યવસાય સાથે જોડાયેલા એક ખેડૂત અને તેના ભાગીદારની પાલીગામ ખાતે આવેલી જમીન રૂા.૧.૯૧ કરોડમાં વેચાણ કરી હોવા છતાં દેસાઈ પરિવારની દાનત બગડી હતી અને આ જમીન અન્યને વેચી નાખતા ખેડૂત મહિલા સહિત ત્રણ વિરૂદ્ધ સચિવ જી.આઈ.ડી.સી. પોલીસ મથકે વિશ્વાસઘાત અને ઠગાઈની ફરિયાદ નોંધી છે તથા આ બાબતે દેસાઈ પરિવારનો હિસ્સો ધરાવતાં એકનું મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર કતારગામ, ડી.એન.પાર્કમાં રહેતા સુરેશ નાનજીભાઈ વાડોદરિયાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર ર૪ વર્ષ પહેલાં જયેશ ઈશ્વરભાઈ દેસાઈ (રહે.પાલીગામ, હાલ ઉધના), મૃતક ઈશ્વરભાઈ મગનલાલ દેસાઈ તથા શાંતાબેન પરાગજી દેસાઈની પાલીગામ ખાતે આવેલી જુદી-જુદી સંયુક્ત મિલકત રૂા.૧.૯ર કરોડમાં સુરેશ વાડોદરિયા તથા તેના ભાગીદાર મહંમદ હનીફ ગુલામ મોહંમદ પટેલને વેચાણ કરી હતી. તેમ છતાં તે જમીનના વર્ષ ર૦૦પમાં બાનાખત તેમજ એગ્રીમેન્ટ કરાર આપ્યા હતા. પણ દસ્તાવેજ નહીં આપીને આ જમીન પૈકી પાલીગામની જમીનના માલિક શાંતાબેનને તેમના હિસ્સાની આશરે ૧૪ વીઘા જમીન વર્ષ ર૦૦૬માં અશોક ધીરૂભાઈ પટેલને ખોટી રીતે બનાવેલા દસ્તાવેજ વેચાણ કર્યા હતા. આથી આ તમામ લોકો સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ હોવાની ફરિયાદ કરેલ છે.

Exit mobile version