ઈદે મિલાદુન્નબીની રાજ્યભરમાં આન-બાન અને શાનથી ઉજવણી કરવામાં આવી હતી. દરેક ગામ-જિલ્લા-તાલુકા અને શહેરોમાં ભવ્ય જુલૂસ કાઢવામાં આવ્યા હતા. અહમદાવાદ શહેરમાંથી પણ ઈદે મિલાદુન્નબી સેન્ટ્રલ કમિટીના ચેરમેન મોહમ્મદ હુસેન શેખની આગેવાનીમાં જમાલપુર દરવાજા પાસેથી ભવ્ય જુલૂસ નીકળ્યું હતું. જે જમાલપુર ચકલા, ખમાસા, કારંજ, ત્રણ દરવાજા, રિલીફ રોડ, દિનબાઈ ટાવર થઈ મિરઝાપુર ચોકમાં સભામાં ફેરવાઈ ગયું હતું. જુલૂસમાં દાવતે ઈસ્લામીના હમ્દ અને ન્આતશરીફ પઢતા જતા શિસ્તબદ્ધ મુબલ્લિગો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જુલૂસમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. જુલૂસનું આકર્ષણ વિવિધ મઝાર, મસ્જિદ અને ઐતિહાસિક ઈમારતોની કલાત્મક પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર બની હતી.