(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૨
અમદાવાદ એરપોર્ટ પર રનવે બંધ હોવાને કારણે ગુરૂવારે બેંગ્લોરથી અમદાવાદ જનારી સ્પાઇસની ફલાઇટને સુરત એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. જો કે, સુરત એરપોર્ટ પર ફલાઇટ ૪૦ મિનિટના રોકાણ બાદ અમદાવાદ જવા રવાના થઇ હતી. બેંગ્લોરથી અમદાવાદ જવા માટે સ્પાઇસની ફલાઇટ સવારે ૯ઃ૪૫ વાગે ઉપડી હતી. સુરત એરપોર્ટ ડિરેકટર સંજય પાણીગ્રહીએ કહ્યું હતું કે, અમદાવાદ એરપોર્ટ પર રનવે પર પ્રોબ્લેમ હોવાને કારણે મંગળવારે બેંગલોરથી અમદાવાદ જતી સ્પાઇસની એસઆઇજે ૯૨૨ ફલાઇટ સુરત એરપોર્ટ પર સવારે ૧૧ઃ૨૦ વાગે ઇમરજન્સી લેન્ડિંગ થઇ હતી. અમદાવાદ એરપોર્ટ પરથી ઓકેનું સિગ્નલ મળતા ફલાઇટ ૧૨ વાગે અમદાવાદ જવા રવાના થઇ હતી.