અમરેલી, તા.૧પ
અમરેલીના જ્યોતિરાવનગરમાં રહેતો અનિલ ઉર્ફે અમિત રામજીભાઈ ચાવડાને બહારપરામાં રહેતી એક ૨૪ વર્ષીય યુવતી સાથે પ્રેમ સંબંધ હોઈ જેથી ગત તા.૨૪/૧૦/૨૦૧૮ના રોજ તેની પ્રેમિકાના ઘરે જઈ પ્રેમિકાના માતા-પિતાને જાનથી મારી નાખવાની આપી પ્રેમિકાને અનિલે પોતાના મોટર સાયકલમાં બળજબરી પૂર્વક બેસાડી અમરેલીથી ગઢડા સ્વામીના લઇ જઈ ત્યાં પ્રેમિકા પાસેથી સ્ટેમ્પ પેપરમાં લખાણ કરાવી તેને છરી બતાવી સહી કરાવી લઇ ૮/૨/૨૦૧૯ સુધી ગોંધી રાખી પ્રેમિકાની મરજી વિરૂદ્ધ વારંવાર બળાત્કાર ગુજારેલ હતો અને અનિલના પિતા રામજીભાઈ તેમજ હંસાબેન ચાવડાના કહેવાથી પ્રેમિકાને વાળ પકડી ઢસડી ઢીકાપાટુનો મારમારી ગુનો કરતા આ અંગે પ્રેમિકાએ અનિલ ઉર્ફે અમિત ચાવડા અને તેના પિતા રામજીભાઈ અને હંસાબેન ચાવડા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.