(સંવાદદાતા દ્વારા) માળિયામિંયાણા, તા.રર
માળિયામિંયાણા તાલુકામાં આ વર્ષમાં નહીંવત વરસાદ પડતા ઉનાળામાં પાણીનો પ્રશ્ન માજા મૂકશે તે સૌ કોઈ જાણતા હતા ત્યારે માળિયાના જૂના નવા દેરાળા નવાગામ મેઘપર ઢવાણિયાનગર સહીતના ગામોને ઉનાળાની શરૂઆતમાં જ છેલ્લા ૨૦ દિવસથી પીવાનુ પાણી નથી મળ્યું જેથી ગ્રામજનો પાણી માટે રીતસરના વલખા મારી રહ્યા છે તેમજ આ ગંભીર પાણીના પ્રશ્ને પશુપાલકોની હાલત કફોડી બની છે તેમા પણ તળાવો કે નદીનાળા ખાલીખમ હોવાથી પાણીની સમસ્યા વિકરાળ બની રહી છે. આ અંગે તમામ ગામના લોકોએ મામલતદાર તેમજ કલેક્ટરને રજૂઆત કરી હોવા છતા તંત્ર ભરનિંદ્રામાં હોય તેમ આજદીન સુધી આ તમામ ગામોને પીવાના ફાંફા પડી ગયા છે અને સ્થિતિ જૈસૈ થે જેવી બની રહી છે ના છુટકે આ તમામ ગામોના લોકોને ક્ષારયુક્ત પાણી પીવા મજબુર બન્યા છે જેનાથી આરોગ્ય પર ખતરો ઊભો થયો છે. હજુ ઉનાળાની શરૂઆત પણ નથી થઈ ત્યા તાલુકામાં પાણીની પળોજણ તંત્ર માટે શરમજનક બની રહી છે ત્યારે આ તમામ ગામના લોકોને મીઠા પાણીની વાત તો દૂર રહી નદીના ખારા પાણી માટે દૂર-દૂર ભટકવુ પડે