અમદાવાદ,તા.ર૩
રાજયભરના એસ.ટી. કર્મચારીઓની હડતાળનો અંત આવી જતા બે દિવસ બાદ એસ.ટી. સેવા પુનઃ કાર્યરત થઈ છે. પણ એસ.ટી.માં મુસાફરી માટે ઓનલાઈન ટિકિટ બુક કરાવનારા મુસાફરો પાસેથી ટિકિટ કેન્સલ થવાના કારણે ટિકિટનો રપ ટકા જેટલા ચાર્જ એસ.ટી. દ્વારા કાપી લેવાતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે મુસાફરો કપાયેલ ચાર્જ ઉપરાંત તેમને બે દિવસ પડેલ અગવડનું વળતર પણ કાયદાના દાયરામાં રહીને પાછુ લેવા મક્કમ બન્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાત રાજય વાહન વ્યવહાર નિગમની બસમાં સલામત મુસાફરી કરવા માટે લોકો ઈન્ટરનેટ દ્વારા વેબસાઈટ પર ઓનલાઈન ટિકિટ બુક કરાવે છે. તેમાં બસ ડ્્રાઈવરો અને કંડકટરો દ્વારા બે દિવસની હડતાળ પડતા ઓનલાઈન બુકીંગ કરાવનારા મુસાફરોના પૈસા અસલામત થયા છ.ે એડવાન્સ આગોતરી પાકી ટિકિટ લીધી હોય એવા રોજના પર હજાર જેટલા મુસાફરો હોય છે. જેમની સરેરાશ એક મુસાફર દીઠ રૂા.ર૦૦ની ટિકિટ થાય છે. બે દિવસનું બુકીંગ રદ થતા તમામની ટિકિટના રપ ટકા ચાર્જ વસુલવામાં આવ્યો છે. જેમની ટિકિટ રૂા.૪ર૦ હતી, તેમની પાસેથી કેન્સલેશન ચાર્જ પેટે રૂા.૧૧ર કાપી લેવામાં આવ્યા છે.આમ હડતાળથી બે દિવસમાં આવા એક લાખથી વધુ મુસાફરોએ પોતાની કન્ફર્મ ટિકિટ એસટીએ પોતે રદ કરી છે. મુસાફરે તે રદ નથી કરી અથવા રદ કરવાની ફરજ એસટીના કારણે પડી છે. તેમ છતાં એસટીએ આવી રપ ટકા રકમ મુસાફરો પાસેથી કાપી લીધી છે. જે કાપી શકે નહીં એસટી નિગમના ઈતિહાસમાં ૧૦ નવેમ્બર ર૦૧૮માં એક દિવસની કુલ ૬પ,૬૦૦ ટિકિટો બુક થઈ હતી. જેમાં રૂા.૧.૩૧ કરોડના પૈસા આવ્યા હતા. જે તહેવારોની હતી પણ સામાન્ય દિવસોમાં રોજની પર હજારથી વધુ ઓનલાઈન બુકીંગ થાય છે. અત્યારે લગ્ન સીઝન હોવાથી રોજની પર હજાર ટિકિટ ઓનલાઈન બુક થાય છે. ત્યારે અગાઉથી બુકીંગ કરાવનારા લોકોનો આમાં કોઈ જ વાંક ન હોઈ તેઓ પોતાનો કપાયેલ ચાર્જ અને વળતર લેવા મક્કમ બન્યા છે.
મુસાફરી ન કર્યાનું નુકસાન અને વળતર પણ ચૂકવવું પડે
ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા પોતાની બસો ન દોડી હોવાથી આરક્ષણ રદ કર્યું છે. તેથી મુસાફરોને ટિકિટના નાણાં તો પૂરેપુરા પરત આપવા પડે પણ સાથે તેઓ મુસાફરી કરી શક્યા નથી તેનું નુકસાન થયું છે તેનું રોકડમાં વળતર આપવું પડે. એવું ગ્રાહક સુરક્ષાનો કાયદો કહે છે. તેથી એવી માગણી થઈ છે કે કેન્સલેશન ચાર્જ તો પરત આપો જ પણ મુસાફરી કરી શક્યા નથી તેનું આર્થિક વળતર પણ એસટી બસના અધ્યક્ષ આપે આ મામલે એડવાન્સ બુકિંગ કરાવનારા મુસાફરો મક્કમ બન્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.