(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૬
ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન ઉપર હુમલો કરી પુલવામાના આતંકી હુમલાનો બદલો લીધો હતો. જેને પગલે ગુજરાતભરમાં રેડ એલર્ટ જાહેર કરી દેવાયું છે. રાજ્યના ગૃહ વિભાગે કોન્ફરન્સ પણ મુલતવી રાખી તમામ પોલીસ અધિકારીઓને પોતાના મુખ્ય મથકે પહોંચવા અંગે ત્વરિત આદેશો જારી કરી દેવાયા છે. રાજ્ય સરકારની ગૃહ વિભાગના આદેશને પગલે સુરત પોલીસ તંત્રમાં હાઈ એલર્ટ થઈ ગયું છે, અને ઠેર-ઠેર ચાંબતો પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. રાઉન્ડ ધી કલોક પેટ્રોલીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. શહેરના પ્રવેશવાના તમામ માર્ગો પર સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તમામ પોલીસ મથકના અધિકારીઓને પોલીસ મથક વિસ્તારોમાં રેડ એલર્ટ રહેવા આદેશ આપવામાં આવ્યો છે.