(સંવાદદાતા દ્વારા)
અમરેલી, તા.૧
અમરેલીના ગિરિરાજનગરમાં રહેતી એક યુવતીને ૨ વર્ષ પહેલા ફેસબુકમાં પાલનપુરના કુંભલમેર ગામના સંકેત જગદિશભાઇ મેવાડા સાથે સંપર્ક થયેલ હતો તને ત્યારબાદ યુવાને યુવતીનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી તેમાં મેરીડ સ્ટેટસ જાહેર કરી તેમજ યુવતી સાથે આરોપી સંકેતે આવાર-નવાર રાજકોટ, ભાવનગર અમદાવાદ મુલાકાતો ગોઠવેલ તે દરમ્યાન અમદાવાદ મૂકામે હોટેલમાં લઇ જઇ યુવતીની ઇચ્છા વિરૂદ્ધ તથા તેની સંમતિ વગર બળજબરીથી ધાક ધમકી આપી નિવસ્ત્ર હાલતમાં કરી ફોટા પાડી, શરીર સંબંધ બાંધવાની માગણી કરી, સતત બ્લેક મેઇલ કરી યુવતી તેના તાબે ના થતા યુવતીના ફોટાઓ વોટસએપ ઉપર વાયરલ કરી તેમજ વોટસએપ ઉપર ફરી. ના પરીચીતોને ગંદી કોમેન્ટના મેસેજ મોકલી વાયરલ કરી તેમજ વાયરલ થયેલ ફોટા સંદર્ભમાં અમદાવાદના મુકેશ રાવલ નામના પી.એસ.આઇ. સાથે ફરિ.ને જોડતી ગંદી કોમેન્ટ વાળો મેસેજ વાયરલ કરી ફરિ.ની સામાજિક પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતા અમરેલી સીટી પોલીસમાં આરોપી સંકેત તેમજ તેને મદદરૂપ કરનાર તેની માતા મીનાબેન જગદિશભાઇ મેવાડા તેમજ સંકેતનો ભાઈ અજયભાઇ જગદિશભાઇ મેવાડા અને બહેન ભુમીબેન સહિત ચાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ધમધમાટ શરૂ કરેલ છે.