નાગપુર, તા.પ
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડી વિરાટ કોહલી કપ્તાન તરીકે સૌથી ઝડપી ૯૦૦૦ રન બનાવનાર કપ્તાન બની ગયો છે. આ મામલામાં કોહલીએ ધોનીને પણ પાછળ પાડી દીધો છે. વિરાટે આ સિદ્ધિ ૧પ૯મી ઈનિંગમાં મેળવી જ્યારે રિકી પોન્ટિંગે ર૦૦ ઈનિંગોમાં આ સિદ્ધિ મેળવી હતી. દ.આફ્રિકાના પૂર્વ કપ્તાન ગ્રીમ સ્મિથે રર૦ ઈનિંગોમાં જ્યારે ધોનીએ રપ૩, એલન બોર્ડરે રપ૭, સ્ટીફન ફલેમીંગે ર૭ર ઈનિંગોમાં કપ્તાન તરીકે ૯૦૦૦ રન પુરા કર્યા હતા. કોહલીએ વન-ડે ક્રિકેટમાં પ૯ની શાનદાર એવરેજથી ૧૦પ૭૦ રનના આંકડાને પાર કર્યો છે.