Site icon Gujarat Today

વરાછામાં બસ સળગાવી નાખવાના કિસ્સામાં નિખિલ સવાણી કોર્ટ સમક્ષ હાજર

સુરત, તા.૫
વરાછા-કાપોદ્રા યોગીચોક ખાતે આજથી બે-અઢી વર્ષ પહેલા એસટી નિગમની બસ સળગાવી નાખવાના એક કિસ્સામાં રૂા.૧૧.૫૧૦ લાખનું નુકસાન કરવામાં આવ્યું હતું. સરથાણા પોલીસે પાસના કાર્યકર્તાઓની સામે રાયોટીંગ તથા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એકટ મુજબનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. શરૂઆતમાં સરથાણા પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારે અઢી વર્ષ બાદ નિખિલ સવાણીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. લાજપોર જેલમાં મોકલી અપાયા બાદ તેના એડવોકેટ વાળા દ્વારા જામીન અરજી રજૂ કરવામાં આવી હતી. કેટલીક શરતોને આધિન તેના જામીન મુકત કરવામાં આવ્યા હતા. ગુજરાત બહાર જવું, પાકુ સરનામું બદલતા પહેલાં કોર્ટની મંજૂરી લેવી. હાલનું સરનામું પણ રજૂ કરવું. જે મુજબ નિખિલ સવાણી ડોક્યુમેન્ટ સાથે કોર્ટમાં હાજર થયો હતો.

Exit mobile version