Site icon Gujarat Today

જૂનાગઢ અને કેશોદમાં ત્રણ સ્થળે તસ્કરો ચોરી કરી રફુચક્કર

જૂનાગઢ, તા.૭
જૂનાગઢમાં મધુરમ બાયપાસ આકાશગંગા મેઈન રોડ સંસ્કૃતિધામમાં રહેતાં કાનદાસ રતનદાસ દાણાધારીયા (ઉ.વ.પ૪)એ અજાણ્યા શખ્સ વિરૂદ્ધ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવેલ છે કે ફરિયાદીના બંધ મકાનમાં અજાણ્યા શખ્સે તાળા તોડી રૂમમાં પ્રવેશ કરી મોબાઈલ કિ.રૂા.પ૦૦, વીવો કંપનીનો મોબાઈલ કિ.રૂા.૩૦૦૦, રોકડા રૂા.૩૦૦૦, સોનાની વીંટી કિં. રૂા.૧૦,૦૦૦ તથા સોનાનું પેન્ડલ કિ.રૂા.ર૦૦૦મળી કુલ રૂા.૧૮,૬૦૦ની ચોરી કરી ગુનો કરેલ છે. જ્યારે બીજા બનાવમાં જૂનાગઢમાં મધુરમ-૧, બ્લોક નં.ર૧, ગાયત્રી મંદિરની આગળ રહેતાં વિજયભાઈ જનતાદાસ દત્તા (ઉ.વ.૪૦)એ અજાણ્યા શખ્સ વિરૂદ્ધ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવેલ છે કે, ફરિયાદીની કરીયાણાની દુકાનનો નકુચો તોડી કોઈ અજાણ્યા શખ્સે રોકડ રૂા.૬,૦૦૦ તથા ધીરૂભાઈ દુધાત્રાની દુકાનનો દરવાજો ઉંચો કરી તેના થડામાંથી આશરે રોકડા રૂા.૩૦૦૦ મળી કુલ રૂા.૯,૦૦૦ની ચોરી કરી ગુનો કરેલ છે. જ્યારે ત્રીજા બનાવમાં કેશોદમાં તીર્થ એપાર્ટમેન્ટવાળી શેરી, પીએમ નગરમાં રહેતા નિલેશભાઈ ધીરૂભાઈ પરમાર (ઉ.વ.૩ર)એ અજાણ્યા શખ્સ વિરૂદ્ધ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવેલ છે કે અજાણ્યા શખ્સો ફરિયાદીના રહેણાંક મકાનની અંદર પ્રવેશ કરી લોકરમાં રાખેલ રોકડ રૂા.૧૧,પ૦૦, સોનાના તથા ચાંદીના દાગીના જેમાં ચાંદીની લક્કી રૂા.૧,પ૦૦, ચાંદીના સાંકળા રૂા.૪,૪પ૦, ચાંદીના કડલા રૂા.૧,૯૦૦ તથા હેમનો દાણો રૂા.૭૦૦, બાલીની જોડ રૂા.૬,૮૦૦ તથા સોનાની નથળી રૂા.૭,૪પ૦ મળી કુલ રૂા.૩૪,૩૦૦ની ચોરી કરી ગુનો કરેલ છે.

Exit mobile version