(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ,તા.૧૧
ગુજરાત સંધી મુસ્લિમ સમાજમાં શિક્ષણ સામાજિક અને સંગઠિત થવાના મહાઅભિયાન સ્વરૂપે આગળ વધી રહેલ જૂનાગઢ સંધિ સમાજ દ્વારા એક મહાસંમેલનનું આયોજન જૂનાગઢ-રાજકોટ હાઈવે સાબલપુર ખાતે એક વાડીમાં યોજાયું હતું. જેમાં જૂનાગઢ જિલ્લા સહિતનાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી સંધિ મુસ્લિમ સમાજનાં આશરે ૭૦૦૦ લોકો જેટલા ઉમટી પડ્યા હતા. આ તકે વિવિધ અગ્રણીઓનો સન્માન તથા સમાજમાંથી કુરિવાજો દુર થાય તથા સામાજિક તથા આર્થિક શૈક્ષણિક વિકાસ થાય તે માટે આમંત્રિત મહેમાનોએ વકતવ્ય આપ્યું હતું. આ તકે સુફી સંત પીરે તરીકત દાદા બાપુ-સાવરકુંડલાવાળાએ સમાજને દુવાઓનાં જરીયે આર્શીવાદ આપતો સંદેશ આપ્યો હતો. જૂનાગઢ સંધિ મુસ્લિમ સમાજનાં પ્રમુખ હુસેનભાઈ હાલાએ સમાજને એકતા તરફ આગળ વધવા આહવાન કર્યું હતું. સંમેલનની શરૂઆત કુર્આન શરીફની તીલાવતથી કરાય હતી અને ત્યારબાદ વિવિધ અગ્રણીઓનું સન્માન તથા સ્વાગત કરાયું હતું. જેમાં સમગ્ર મુસ્લિમ સમાજની એકતા માટે કામ કરતા અને આ કાર્યક્રમમાં સહકાર આપનાર મુસ્લિમ એકતા મંચના કન્વીનર ઈમ્તિયાઝ પઠાણનું શાલ તથા ફુલહાર કરી સન્માન કરાયું હતું. તેમજ જૂનાગઢનાં વરિષ્ઠ પત્રકાર એસ.આઈ. બુખારી તથા ટી.વી. ચેનલનાં પત્રકાર હનીફભાઈ ખોખર તેમજ પીઢ અગ્રણી-મહમદભાઈ ઠેબાનું ફુલહાર તેમજ શાલ ઓઢાડી સન્માન કરેલ હતું. આમંત્રિત મહેમાનો દ્વારા સમાજમાં શિક્ષણનું સ્તર ઉચું આવે તેમજ સમાજનાં યુવાનો મુખ્ય પ્રવાહ સાથે ભળે, કુરિવાજો દુર થાય તે માટે ભારપૂર્વક વિચાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભુતકાળમા સંધિ મુસ્લિમ સમાજને વિમુક્ત જાતિનાં અનામતનાં લાભો મળતા હોય જે લાભો રદ કરાયેલ હોય. તે ફરીથી સંધિ મુસ્લિમ સમાજને વિમુક્ત જાતિમાં સમાવેશ કરવાની રજૂઆત સરકાર પાસે કરવાનો ઠરાવ પસાર કરાયો હતો. આગામી સમયમાં આ સંમેલનથી સંધિ મુસ્લિમ સમાજમાં નવા ઈતિહાસનું સર્જન થશે તેવું મનાય રહ્યું છે.
આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા જૂનાગઢ જિલ્લામાં સંધિ મુસ્લિમ સમાજના પ્રમુખ હુસૈનભાઈ હાલાએ સમાજમાં એકતા કુરીવાજો અને કજીયા દુર કરવા એકબીજાને મદદરૂપ થવાની ભાવના રાખવા અનુરોધ કરી સમાજના સર્વાંગી વિકાસ માટે તેઓ અને તેમની સમગ્ર ટીમ પ્રતિબદ્ધ હોવાની ખાત્રી આપી તેમના આમંત્રણને માન આવીને ગામે ગામથી સંધિ મુસ્લિમ સમાજના પાંચ હજારથી વધુ લોકો હાજર રહ્યા તે સબબ તમામનો આભાર માન્યો હતો.
આ તકે મહેમાન પીરે તરીકત સૈયદ મુનીર બાપુ (ફરજંદ-દાદાબાપુ સાવરકુંડલા) પીરે તરીકત સૈયદ હુશેનમિયાંબાપુ હડમતીયાવાળા, ખલીફા ઈબ્રાહિમશા બાપુ (ઘણકુલીયા) હાજી અબ્દુલ કાદીર બાપુ જુણેજા તથા ઈનાયતખાન પઠાણ જામનગર તેમજ આમંત્રિત મહેમાનો યુસુફભાઈ જુણેજા રાજકોટ, હબીબભાઈ શામા-જામનગર, વલીભાઈ સાંધ પોરબંદર, અમીનભાઈ હાલા અમરેલી, જાવેદ મંદરા ભાવનગર, હનિફભાઈ ચાનિયા બગસરા, અનવરભાઈ બેલીમ ગોંડલ, શરીફભાઈ શકરીચાણી ધોરાજી, ઓસ્માણભાઈ લાલ વેરાવળ, અયુબભાઈ ખાનાણી તાલાલા, યુનુસભાઈ લક્કી રાજકોટ, પ્રો.રમીઝભાઈ તેમજ સમાજના યુવાનો તથા વડીલોને હાસમભાઈ હિંગોરા, ઈસ્માઈલભાઈ દલ, હુશેનભાઈ દલ, વલી મહંમદભાઈ દલ, ડો.હિંગોરા, ડો.દોલકિયા, હુશેનભાઈ લાખા (માસ્તર) સલીમભાઈ પલેજા (અમદાવાદ), ગુલાબખાન રાઉમાં, મુનાભાઈ ઉનડજામએ વિવિધ મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઈસ્માઈલભાઈ દલ, હુશેનભાઈ દલ, વલીભાઈ દલ, હાસમભાઈ હિંગોરા, હનિફભાઈ હાલા, શરિફભાઈ હાલા, મુસાભાઈ દલ, જુસબભાઈ હોથી, આમદભાઈ સોઢા સહિત તાલુકા કક્ષાએથી અલીભાઈ સાંધ-કેશોદ, હાસમભાઈ સેતા-માણાવદર, મુસાભાઈ વિશાળ-ભેંસાણ, મુગરભાઈ જુણેજા-મેંદરડા, હસનભાઈ દલ તથા હનીફભાઈ લાખા-માળિયા, હુશેન દલ, હબીબભાઈ ખેભર-માંગરોળ, શબ્બીર બાપુ-વિસાવદર, સલીમ સમા-વંથલી, જાફરભાઈ સેતા-માણાવદરએ ખાસ રાત દિવસ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમનું સફળ સંચાલન પ્રિન્સિપાલ હારૂનભાઈ વિશળ દ્વારા કરાયું હતું. તેમજ હુસેનભાઈ સીડા તરફથી આભાર વિધિ કરાઈ હતી. સમગ્ર મહાસંમેલન અત્યંત સફળ રહ્યું હતું.