(એજન્સી) તા.૧૯
૧૯૮૦માં પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી જ્યોતિ બસુએ દલીલ કરી હતી કે જાતિ સામંતી વ્યવસ્થાનો વારસો છે અને સમાજને જાતિના દૃષ્ટિકોણથી જોવો એ હવે વધારે પ્રાસંગિક રહી ગયું નથી. જોકે તેના ત્રણ દાયકા બાદ મમતા બેનરજીએ જાતિના આધારે જ સત્તા મેળવી અને ૨૦૧૧માં તે સત્તા પર કાબિજ થયા. જોકે હવે આ જાતિવાદી લહેર તેમના માટે પડકાર બનતી દેખાઈ રહી છે. રાજ્યમાં જાતિની અપ્રાસંગિકતા બે મુખ્ય પરિબળો સાથે જોડાયેલી હતી. જેમાં એક તો કોંગ્રેસ તથા ડાબેરી સરકારની અગાઉની સેક્યુલર છબિ તથા તેમની ડાબેરી દલિલો જેના લીધે જાતિ આધારિત રાજકારણની શરૂઆત થઈ. પણ જાતિના તર્જ પર રાજકીય માગણીઓની અગ્રતાના અભાવનો મતલબ એ નહોતો કે જાતિ હવે જાતે જ ગુમ થઇ છે પણ બસ હવે તે નિષ્ક્રિય થઇ ગઈ છે. દક્ષિણ બંગાળના તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય સ્પષ્ટતા કરે છે કે જાતિનો પરિબળ અત્યાર સુધી દબાયેલો હતો અને હવે તે એક જ્વાળામુખી જેવો બની ગયો છે જે ગમે ત્યારે ફાટી નીકળી શકે છે. હવે જોવાનું એ રહ્યું કે રાજ્યના કેટલા મંત્રીઓ ઉચ્ચ જાતિના કે ભદ્રલોક સિવાયના હશે. ૨૦૧૧ના વસ્તી ગણતરીના આંકડા પર નજર કરીએ તો રાજ્યમાં દલિતોની વસ્તી ૨૩.૪૯ ટકા હતી અને દેશભરની તે કુલ ૧૨.૮૮ ટકા જેટલી વસ્તી થાય છે. આ ઉપરાંત રાજ્યમાં દલિતોની વસ્તી સમરૂપ નથી. તેના બદલે તે પાંચ મુખ્ય પેટા જાતિઓ રાજબંશી, નમાસુદરાસ, બગડીસ, પોન્ડુરાસ અને બુઆરિસમાં છે જે કુલ ૭૬ ટકા જેટલા થાય છે. પરિણામે આ દલિતોની ઓળખને બદલે આ પેટા જાતિઓની તર્જ પર રાજકીય પક્ષો દ્વારા દલિતોને સંગઠિત કરવામાં આવ્યા. ઉદાહરણ તરીકે ૧૯૫૨થી ૨૦૦૧ સુધી જલપાઇગુડી, કૂચબિહાર, નોર્થ દિનાજપુર અને દક્ષિણ દિનાજપુરના ધારાસભ્યો રાજબંશી જાતિના જ રહ્યા છે. ગઠબંધન બંગાળની રાજનીતિમાં પરિવર્તન લાવી શકે છે. તૃણમૂલ કોંગ્રેસના જ નેતા કહે છે કે પીએમ મોદીના બોનગાઓના અભિયાનની અસર જોવા મળશે. અહીં તેમણે બોરોમાના નાના ભાઇ મંજુલ કૃષ્ણા સાથે મુલાકાત કરી હતી અને તેમના દીકરા શાંતનુ ઠાકુરને પણ મળ્યા હતા. બંનેએ ભાજપને ટેકાની વાત કરી હતી.