વાપી, તા.ર૪
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯માં ૨૬-વલસાડ બેઠકની ચૂંટણીમાં અંદાજે ૭૪.૦૯ ટકા જેટલું જંગી મતદાન સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં થયું હતું. જેમાં સંસદીય મતવિસ્તારની ૧૭૮-ધરમપુરમાં ૭૪.૮૧ ટકા, ૧૭૯-વલસાડમાં ૭૦.૬૨ ટકા, ૧૮૦-પારડીમાં ૭૦.૧૨ ટકા, ૧૮૧-કપરાડામાં ૭૯.૩૮ ટકા અને ૧૮૨-ઉમરગામ વિધાનસભા મતવિસ્તારમાં ૬૭.૭૧ ટકા , ૧૭૩ ડાંગમાં ૮૦.૬૮ તથા ૧૭૭-વાંસદામાં ૭૬.૯૨ ટકા જેટલું મતદાન નોંધાવતા સમગ્ર વલસાડ જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર તથા કાર્યકરો અને પ્રજામાં આટલું ભારે વોટીગ થવાથી કોને વલસાડની પ્રજાએ વિજયમાળા પહેરાવી છે તે બાબતે ખૂબ જ ઉતેજનાપૂર્ણ ચર્ચાઓ ચાલી રહી છે. ભારે મતદાનને કારણે કોંગ્રેસના ઉમેદવાર જીતુ ચૌધરીના જીતવાની આશા તથા શક્યતા વધી જાય છે અને હવે તેવું લાગી રહ્યું છે કે ભાજપના સાંસદ સભ્ય અને ઉમેદવાર ડૉ.કે.સી.પટેલની સામે વલસાડ જિલ્લા ભાજપના સંગઠનમાં જ આંતરિક વિખવાદને કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ચૂંટણીમાં પ્રચાર માટે તથા તમામ રીતે મતદાન કરવા માટે નિષ્ક્રિય રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.