(એજન્સી) નવી દિલ્હી, તા. ર૯
રાફેલ સોદા મામલે સુપ્રીમ કોર્ટે મોદીની આગેવાનીવાળી કેન્દ્ર સરકારને મોટી ફટાકાર કરી છે. કેન્દ્ર સરકારે જવાબી સોગંદનામા માટે વધુ સમય માગ્યો હતો અને મંગળવારે થનારી સુનાવણી ટાળવાની માગ કરી હતી. આ અંગે મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇએ કહ્યું કે, તેઓ આ અંગે આદેશ જારી કરશે. આ સાથે જ મેશનિંગમાં નામ ન બોલવા મામલે બેંચમાં સામેલ નારાજ થયેલા મુખ્ય ન્યાયમૂર્તિએ કેન્દ્ર સરકારના વકીલને ફટકાર લગાવી હતી જ્યારે પીએમ મોદી અને અમિત શાહના કથિત આચાર સંહિતા ઉલ્લંઘન મામલે અભિષેક મનુ સિંઘવીને પણ ફટકાર લગાવી હતી. રંજન ગોગોઇએ કહ્યું હતું કે, બધા જ કોર્ટ સાથે સંતાકૂકડી રમી રહ્યા છે આવું શા માટે કરી રહ્યા છો ?
સીજેઆઇએ કહ્યું કે કેન્દ્ર સરકારના વકીલ કહી રહ્યાં છે કે જવાબી સોગંદનામું દાખલ કરવા ઇચ્છે છે પરંતુ એ નથી બતાવી રહ્યાં કે તેઓ રાફેલ મામલે સોગંદનામું દાખલ કરવા માગે છે. તેથી તેમને વધારે સમય જોઇએ અને તેથી સુનાવણી ટાળવા માગે છે. તેમણે કહેવું જોઇએ કે મંગળવારે બે વાગ્યે રાફેલ મામલે જવાબી સોગંદનામું દાખલ કરવા ઇચ્છે છે. સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અવમાનના મામલે સુપ્રીમ કોર્ટે તેમનો જવાબ દાખલ કરી દીધો છે. રાહુલ ગાંધીએ તેમની જૂની દલીલોને જ આધાર બનાવીને કહ્યું છે કે, તેમનો હેતુ સુપ્રીમ કોર્ટનું અપમાન કરવાનો નહતો. જોકે તેમણે આ બહાને ફરી ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કરતાં કહ્યું છે કે, બીજેપી પણ સુપ્રીમ કોર્ટના નિર્ણયને રાફેલ કેસમાં ક્લીન ચીટ બનાવીને ફાયદો લઈ રહી છે. રાહુલે તેમની એફિડેવીટમાં કહ્યું છે કે, મીનાક્ષી લેખીની અરજીને દંડની સાથે ફગાવી દેવામાં આવે. તેમણે કહ્યું છે કે, બીજેપી કોર્ટનો ઉપયોગ રાજકીય પ્રચાર-પ્રસાર માટે કરી રહી છે. હકીકતમાં સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન રાફેલ ડીલ વિશે વાત થઈ હતી. તે વિશે ચીફ જસ્ટિસ તરફથી કહેવામાં આવ્યું છે કે, રાફેલ પર દાખલ કરવામાં આવેલી પુનઃવિચાર અરજીની સુનાવણી મંગળવારે થવાની છે. આ દરમિયાન રાહુલ ગાંધી દ્વારા અવમાનનાનો કેસ સામે આવ્યો તો રાહુલ અને મિનાક્ષી બંને તરફથી જવાબ દાખલ કરવા માટે થોડો સમય માંગવામાં આવ્યો હતો. રાફેલ ડીલમાં કથિત ભ્રષ્ટાચારને લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હવે તો સુપ્રીમ કોર્ટે પણ માની લીધું છે કે ચોકીદાર ચોર છે. ૧૦મી એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટે સરકારની આપત્તિઓને નજર અંદાજ કરતાં રાફેલ મામલામાં રિવ્યુ પિટિશન પર નવા દસ્તાવેજોના આધાર પર સુનવણીનો નિર્યણ કર્યો હતો. ત્યારબાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હવે તો સુપ્રીમ કોર્ટે પણ માની લીધું છે કે ચોકીદાર ચોર છે. રાહુલ ગાંધીના આ નિવેદનને લઇ ભાજપ સાંસદ મીનાક્ષી લેખીએ સુપ્રીમ કોર્ટમાં તેની વિરૂદ્ધ અવમાનની અરજી કરી છે.
રાફેલ પર સુનાવણી પહેલાં જ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ પાસેથી સમય માગ્યો
રાફેલ મામલામાં એક નવો વળાંક આવ્યો છે. હવે કેન્દ્ર સરકારે સુપ્રીમકોર્ટમાં નવું સોગંદનામું દાખલ કરવા સમયની માગણી કરી છે. સુપ્રીમકોર્ટમાં મંગળવારે સુનાવણી થવાની હતી પણ હવે સરકાર દ્વારા રજૂ કરાયેલ દલીલ પછી રાફેલ મામલાની સુનાવણી મોકૂફ રહી શકે છે. અ પહેલા સુપ્રીમકોર્ટે રાફેલથી સંબંધિત દસ્તાવેજો પર કેન્દ્ર સરકારના વિશેષ અધિકારના દાવાને રદ કર્યો હતો. સુપ્રીમકોર્ટે એવા દસ્તાવેજોના આધારે સુનાવણી કરવા મંજૂરી આપી હતી જેની ઉપર સરકાર પોતાનો વિશેષ અધિકાર હોવાનો દાવો કરતી હતી. એ પછી કોર્ટે સુનાવણીની આગામી તારીખ નિર્ધારીત કરી હતી. રાફેલ મુદ્દે કેન્દ્ર સરકાર અને ભાજપ સતત વિપક્ષોના નિશાન ઉપર છે. સુપ્રીમકોર્ટની દસ્તાવેજો ઉપર સુનાવણી કરવાની મંજૂરી પછી રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી ઉપર હુમલાઓ કર્યા હતા. આ ઉપરાંત અન્ય વિપક્ષી નેતાઓએ પણ ભાજપને ઘેર્યો હતો. હવે ફરીથી સરકારે આ મામલામાં સમયની માગણી કરી છે એવા સંજોગોમાં વિપક્ષોને સરકાર ઉપર હુમલો કરવાની વધુ એક તક મળી છે.
રાફેલ વિવાદ : ‘ચોકીદાર ચોર હૈ’ ટિપ્પણી બદલ ઈસ્યુ કરાયેલ અવમાનના નોટિસ સામે રાહુલ ગાંધીએ સુપ્રીમકોર્ટમાં જવાબ દાખલ કર્યો
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સુપ્રીમમકોર્ટમાં એમની સામે ઈસ્યુ કરાયેલ અપમાનના નોટિસ સામે જવાબ દાખલ કર્યો છે. એમની સામે ભાજપ નેતા મીનાક્ષી લેખીએ કોર્ટની અવમાનતોનો કેસ દાખલ કર્યો હતો. રાહુલ ગાંધીએ સુપ્રીમકોર્ટના ચુકાદાને ટાંકીને રાફેલ મુદ્દે ટિપ્પણી કરી હતી.
રાહુલ ગાંધી તરફે હાજર રહેલ વકીલે સુપ્રીમકોર્ટની સીજેઆઈની બેંચ સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું કે અમને અવમાનના નોટિસ સામે જવાબ રજૂ કરવા પરવાનગી આપવામાં આવે. સીજેઆઈ ઉપરાંત બેંચના જજોએ વકીલ સુનિલ ફર્નાન્ડિઝને સોગંદનામું દાખલ કરવા મંજૂરી આપી હતી.
સુપ્રીમકોર્ટે ર૩મી એપ્રિલે રાહુલ ગાંધીને ચોકીદાર ચોર હૈની ટિપ્પણી કરવા બદલ ફોજદારી અવમાનનાની નોટિસ મોકલી હતી. રાહુલ ગાંધીએ એક જાહેર સભામાં કહ્યું હતું કે સુપ્રીમકોર્ટે પણ ચુકાદામાં સ્વીકાર્યું છે કે ચોકીદાર ચોર હૈ પણ કોર્ટે પોતાના ચુકાદામાં આ રીતે કહ્યું ન હતું. કોર્ટે કહ્યું કે રાહુલ ગાંધીએ અમારા ચુકાદાને ખોટી રીતે રજૂ કર્યો છે.