Site icon Gujarat Today

જેસરના ઝડકલામાં જુગારધામ ઝડપાતા પીએસઆઈ સહિત ત્રણ પો.કો.સસ્પેન્ડ

ભાવનગર, તા.૪
ભાવનગર જિલ્લાના જેસર તાબેના ઝડકલા ગામની સીમમાં નિરૂભાઈ જસુભાઈ સરવૈયા પોતાની વાડીમાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવી રહ્યા હતા. જેની પોલીસને બાતમી મળતા બે દિવસ પૂર્વે ભાવનગરની આર.આર.સેલે દરોડો પાડી અમરેલી, રાજકોટ અને ભાવનગર જિલ્લાના ૧૩ શખ્સોને રૂા.૩.૮૯ લાખની રોકડ રકમ તથા કાર, મોબાઈલ સહિત રૂા.૮.૩૯ લાખના મુદ્દામાલ સહિત ઝડપી લીધા હતા. અને ધોરણસરની કાર્યવાહી કરી હતી. જ્યારે જેસર પોલીસ અંધારામાં રહી જુગારનો કેસ શોધી કાઢવામાં નિષ્ફળ રહેતા તેના જવાબદાર તરીકે પોલીસ થાણા અધિકારી વી.એ.જાડેજા ટાઉનબીટના ઈન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ ભીમભાઈ બાલાભાઈ અને લોકરક્ષક અશ્વિનભાઈ પ્રેમજીભાઈને ના.પો.મહાનિરીક્ષકની સૂચનાથી જિલ્લા પોલીસ અધિક્ષકને ત્રણેયને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવા હુકમ કર્યો હતો.

Exit mobile version