સુરેન્દ્રનગર, તા.૯
સુરેન્દ્રનગર જિલ્લાનું ધો.૧૨ સાયન્સનું પરિણામ ૭૧.૯૦ ટકા આવ્યું છે. ધો.૧૨ સાયન્સનું પરિણામ આજે ગુજરાત શિક્ષણ બોર્ડ એ પોતાની વેબ સાઇસ્ટ ખ્તજીહ્વમાં સવારે જાહેર કર્યું હતું. જેના કારણે ધો.૧૨ સાયન્સના વિદ્યાર્થીઓમાં આનંદ જોવા મળ્યો હતો. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ધો.૧૨ સાયન્સનું પરિણામ ૭૨ ટકા જેટલું આવતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. જિલ્લામાં ફરી એકવાર વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે ત્યારે જિલ્લાના સાયન્સના વિદ્યાર્થીઓ રીજલટ જોયા બાદ ઉત્સાહમાં આવી ગયા હતા.