લંંડન, તા.૮
વર્લ્ડકપમાં રવિવારે ટીમ ઈન્ડિયા પોતાની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવી પોતાનું વિજયી અભિયાન જાળવી રાખવાનો પ્રયાસ કરશે ઓસ્ટ્રેલિયાની પણ આ ટાઈટલના પ્રબળ દાવેદારોમાં ગણતરી થાય છે અને ગુરૂવારે વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધ તેણે સાબિત કરી દીધું કે એક ચેમ્પિયન ટીમ આખરે કેવી રીતે મુશ્કેલીમાંથી બહાર આવે છે જો કે હાલમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાની ટીમની તુલનામાં વધારે મજબૂત દેખાઈ રહી છે. બન્ને ટીમો વચ્ચે અત્યાર સુધી રમાયેલી વન-ડે મેચો ઉપર નજર કરીએ તો અત્યાર સુધી બન્ને ટીમો વચ્ચે ૧૩૬ વન-ડે મેચ રમાઈ છે. એમાં ૭૭ મેચ જીતી ઓસ્ટ્રેલિયા ભારતથી ઘણું આગળ છે. ટીમ ઈન્ડિયા કાંગારૂઓ વિરૂદ્ધ અત્યાર સુધી ૪૯ મેચોમાં જીત મેળવી શકી છે. ભારતીય ટીમ રવિવારે કાંગારૂઓ સામે પ૦મી જીત મેળવવા આતુર હશે. જો કે બન્ને ટીમોની હાલ જે તાકાત છે તેને જોઈ કહી શકાય કે આ મેચમાં જૂના આંકડાનું કોઈ મહત્ત્વ નથી બન્ને ટીમો ટક્કરની છે અને દર્શકોને રોમાંચક મુકાબલો જોવા મળશે. લંડનમાં વરસાદના કારણે બન્ને ટીમો પૂરતી પ્રેક્ટિસ કરી શકી નથી જો કે આવતીકાલે વરસાદ પડવાની સંભાવના નથી.
આંકડાઓ શું કહે છે
ભારત-ઓસ્ટ્રેલિયા કુલ મેચો
કુલ મેચો રમાઈ ૧૩૬
ભારતની જીત ૪૯
ઓસ્ટ્રેલિયાની જીત ૭૭
પરિણામ ન આવ્યા ૧૦
છેલ્લી મેચ રમાઇ ૧૩મી માર્ચ ૨૦૧૯
પ્રથમ મેચ રમાઇ છ ડિસેમ્બર ૧૯૮૦
વર્લ્ડકપમાં મેચો
કુલ મેચો ૧૧
ઓસ્ટ્રેલિયાની જીત ૦૮
ભારતની જીત ૦૩
ભારતની છેલ્લી જીત ૨૦૧૧ વર્લ્ડ કપ