જામનગર, તા.૨૭
જામનગરમાં અગાઉ એલસીબીના હાથમાં ઝડપાયા પછી ૪૦ જેટલી ચોરીની કબૂલાત આપનાર કુખ્યાત શખ્સ જામીનમુક્ત થયા પછી અમદાવાદની એક ચોરીના ગુનામાં અમદાવાદ પોલીસે પકડ્યો હતો. હાલમાં રિમાન્ડ પર રહેલો આ આરોપી ગઈકાલે કસ્ટડીમાંથી નાસી છૂટ્યો છે. જેની અમદાવાદ પોલીસે જામનગર પોલીસને જાણ કરતા એલસીબીએ તેના સગડ દબાવ્યા છે.
જામનગરની સ્થાનિક શાખાએ કુખ્યાત શખ્સ એઝાઝ શેખ ઉર્ફે એજલા ફકીર નામના શખ્સને પૂછપરછ કરતા આ શખ્સે એલસીબી સમક્ષ ૪૦ જેટલી ચોરીની કબૂલાત આપી હતી. આ શખ્સ પાસેથી ચોરાઉ મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો.
ત્યારપછી જેલહવાલે થયેલા આરોપો જામીન પર મુક્તિ મેળતી ફરીથી પોતાનો જૂનો ‘ધંધો’ શરૂ કર્યો હતો.
આ આરોપીને કાલુપુર પોલીસે રિમાન્ડ પર લીધા પછી ગઈકાલે આરોપીની પૂછપરછ કરી પોલીસે તેને કસ્ટડીમાં રાખ્યો હતો જ્યાં બાકીનો પોલીસ સ્ટાફ આઘો પાછો થયો ત્યારે એજલાએ ફરજ પર રહેલા પોલીસ સ્ટેશન ઓફિસરને પોતાને ચક્કર આવે છે. તેમ કહેતા અને થોડીવાર માટે બહાર કાઢવા માટે વિનંતી કરતા ફરજ નિયુક્ત પીએસઓએ લોકઅપમાંથી બહાર કાઢ્યો હતો. આ વેળાએ જ આરોપી ભાગી ગયો હતોે. અમદાવાદ પોલીસે આરોપીને પકડી પાડવા અમદાવાદ પોલીસે જામનગરની પોલીસને જાણ કરતા એલસીબીએ તેને સગડ દબાવ્યા છે.