બોડેલી, તા.ર૭
પાવીજેતપુર તાલુકાના ચુલી ગામે પત્ની પર શંકા રાખી તેની હત્યા કરી ભાગી ગયેલ વૃદ્ધની લાશ બોડેલી તાલુકાના વાલપરી ગામેથી ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવી છે. બોડેલી પોલીસે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બે દિવસ અગાઉ જેતપુર તાલુકાના ચુલી ગામે રહેતાં ૬૩ વર્ષીય સવજીભાઈ છગનભાઈ રાઠવાએ તેની પત્ની રચલી બેન પર આડા સંબંધનો વહેમ રાખી ઝઘડો કરી રચલીબેન રસોઈ બનાવતા હતા. ત્યારે સવજી ભાઈ રચલીબેનના માથામાં પથ્થર મારી ગંભીર ઈજા પહોંચાડી સવજીભાઈ ભાગી ગયાં હતાં અને રચલીબેનનું મોત નીપજ્યું હતું. કદવાલ પોલીસે લાલજીભાઈ વિરોધ ગુનો દાખલ કર્યો હતો. જ્યારે સવજીભાઈ તેઓના બોડેલી તાલુકાના વાલપરી ગામે આવેલ ખેતરમાં સંતાઈ ગયાં હતાં. આજરોજ સવારે ઝેરી દવા પીધેલ હાલતમાં લાશ મળી આવી હતી. બોડેલી પોલીસે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.