(સંવાદદાતા દ્વારા) વાગરા, તા.૧પ
વાગરા તાલુકાના ભેંસલી -કલાદરા રોડ ઉપરથી ગેરકાયદેસર હથિયાર સાથે ૬ ઈસમો ને દહેજ પોલીસે ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે. મળેલ બાતમીના આધારે ભેંસલી ગામેથી રાત્રી દરમિયાન કલાદરા જવાના રોડ ઉપર આવતા કલાદરા ગામ તરફ ખેતરોમાં સફેદ કલરની બોલેરો પીકઅપ ગાડી નંબર -જી.જે. ૧૬ ઝેડ ૯૫૬૬ ની અંદર શંકાસ્પદ ૬ ઈસમો પોતાના કબ્જામાં ગેરકાયદેસરના જીવલેણ શસ્ત્રો બાર બોર ની બંદૂક રાખી પશુઓનો શિકાર કરવા માટે રાત્રીના સમયે નીકળ્યા હતા. જેમને દહેજ પોલીસ દ્વારાઝડપી લેવામાં આવ્યા હતા.
ઝડપાયેલ ૬ આરોપીઓમાં સુરેશભાઈ છોટુભાઈ મેકવાન, સફવાન ફિરોઝ પટેલ, અબ્દુલ રહીમ મહંમદ પટેલ, આરીફ મહંમદ પટેલ, સાકીર આરીફ પટેલ, સુલેમાન મહંમદ પટેલનો સમાવેશ થાય છે. આ ટોળકી પાસેથી પોલીસે બે લાખ સિત્તેર હજાર થી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.જેમાં બાર બોરની બંદૂક બે નંગ, ૨૦ જીવતા કારતુસ ઉપરાંત લોખંડના પાળિયા-૨, લોખંડના છરા-૩, ધાર કાઢવા માટેની કાનસ તેમજ લાકડાના હાથાવાળા પેચિયા સહિત બે હેલોજન લાઈટ અને છ મોબાઈલ તથા એક બોલેરો પિકપ વાનનો સમાવેશ થાય છે.