Site icon Gujarat Today

સુરતના ગોપીપુરામાં એસી રિપેરીંગની દુકાનમાં બ્લાટર થતાં બેને ગંભીર ઈજા

(સંવાદદાતા દ્વારા) સુરત તા.૧૭
શહેરના ગોપીપુરા વિસ્તારમાં એક એસી રીપેરીંગની દુકાનમાં કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતા ભાગદોડનો માહોલ સર્જાયો હતો. ધડાકાભેર થયેલા બ્લાસ્ટના કારણે દુકાનમાં રહેલા બે યુવકોને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ફાયર બ્રિગેડના સૂત્રોપાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ગોપીપુરા વિસ્તારમાં આવેલા શેખ નામની એસી અને રેફ્રીજરેટર રીપેરીંગની દુકાનમાં રહેલા કોમ્પ્રેસરમાં અચાનક ધડાકા બ્લાસ્ટ સાથે બ્લાસ્ટ થયો હતો. જેથી દુકાનમાં રહેલા બે યુવકનો ગંભીર ઈજા પહોંચી હતી. ધડાકા સાથે બ્લાસ્ટ થતા આસપાસમાં રહેલા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ૩ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડ્‌યા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Exit mobile version