ધંધુકા, તા.રર
ધંધુકા પંથકમાં એક જ દિવસમાં ચાર જગ્યાએ દરોડા પાડી પોલીસે ર૩ જૂગારીઓ પાસેથી ૬૮ હજારનો મુદ્દામાલ અને રોકડ જપ્ત કર્યો છે.
ધંધુકા પંથકમાં શ્રાવણ માસમાં જૂગાર રમતા ઈસમો પર પોલીસે કડકાઈ દાખવીને સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી જૂગાર અંગે દરોડાઓ પાડ્યા હતા. પોલીસે ધંધુકાના નારાયણ નગરમાં પાડેલા બે દરોડામાં ૧૧ લોકોને ઝડપી પાડ્યા હતા. પોલીસે ગંજી પત્તાનો જૂગાર રમી રહેલા માનસંગ સાપરા રાજુ છગનભાઈ રાઠોડ, ધૂડા મોહનભાઈ દેત્રોજા સહિત ૧૧ને જુગાર રમતા ઝડપી પાડીને ર૩,ર૩૦ની રોક્ડ અને મુદ્દામાલ જપ્ત કર્યા હતા. શહેરની ગેબીફળી વિસ્તારમાં જાહેરમાં જૂગાર રમી રહેલા દિનેશ નટવરભાઈ મોદી, ઈલીયાસ હાજીભાઈ ઉમડિયા સહિત ૭ જણાને રોકડા ૩૧૮૬૦ તથા ૪ મોબાઈલ સાથે કુલ ૩૪૩૬૦ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસની અન્ય એક ટીમે અડવાળ ખાતે જૂગાર રમી રહેલા મહેશ રમતુભાઈ સારોલા, અશ્વિન માધુભાઈ સારોલાને ૧૦,પ૦૦ની રોક્ડ સાથે ઝડપી પાડ્યા હતા. આમ પોલીસે ચાર દરોડામાં કુલ ૬૮ હજારની રોક્ડ અને મુદ્દામાલ સાથે કુલ ર૩ જૂગારીઓની જૂગારધારાની કલમો મુજબ અટક કરીને અટકાયતી પગલાઓ લઈ કાર્યવાહી કરી હતી.