Site icon Gujarat Today

આગામી બે વર્ષમાં ૪૦ વંદે ભારત ટ્રેનો દોડાવવાની સરકારની યોજના

(એજન્સી) તા.૧૦
સરકાર આગામી બે વર્ષમાં ટી-૧૮ તરીકે ઓળખાતી ઓછામાં ઓછી ૪૦ ટ્રેનો દોડાવવાની યોજના ધરાવે છે. આ પ્રકારની ટ્રેન હાલમાં વંદે ભારત એક્સપ્રેસના નામે દિલ્હી-વારાણસી વચ્ચે કાર્યરત છે. સરકાર આગામી વર્ષોમાં બધા મહત્ત્વના રેલવે રૂટ પર આ સેમી-હાઈસ્પીડ ટ્રેનો દોડાવવાની યોજના ધરાવે છે. આ ટ્રેન ૧૬૦ કિ.મી./કલાકની ઝડપે દોડી શકે છે. તેમાં શતાબ્દી એક્સપ્રેસની જેમ જુદી-જુદી યાત્રા શ્રેણીઓ હોય છે. આ પ્રકારની પ્રથમ ટ્રેન દિલ્હી અને વારાણસી વચ્ચે શરૂ કરવામાં આવી હતી. જેને વંદે ભારત એક્સપ્રેસ નામ આપવામાં આવ્યું હતું. ચેન્નાઈ સ્થિત ઈન્ટ્રિગલ કોચ ફેક્ટર આ ટ્રેનનું નિર્માણ કરે છે.

Exit mobile version