૧૯ નવેમ્બરથી રપ નવેમ્બર સુધી વર્લ્ડ હેરિટેજ સપ્તાહની ઉજવણી કરાઈ રહી છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઐતિહાસિક ઈમારતોને રોશનીથી શણગારવામાં આવી છે. પ્રસ્તુત તસવીરમાં વિશ્વની સર્વશ્રેષ્ઠ ઈમારતો પૈકીની એક અને કલાત્મક અને બેનમૂન જાળી માટે સુવિખ્યાત અહમદાબાદના લાલદરવાજા સ્થિત સિદી સઈદની મસ્જિદને રોશનીથી શણગારવામાં આવી છે. રાત્રીના અંધકારમાં હોજમાં પડતા પ્રતિબિંબને કારણે નયનરમ્ય દૃશ્ય લાગી રહ્યું છે.