(એજન્સી) તા.૪
લોકસભાના સાંસદોએ મંગળવારે માગણી કરી હતી કે ભારતમાં જહાજો તોડવાની પ્રક્રિયાને નિયંત્રિત કરતાં બિલ પર વિસ્તૃત ચર્ચા થવી જોઈએ. આ સાંસદોએ કહ્યું હતું કે મેક ઈન ઈન્ડિયા ડમ્પિંગ ઈન્ડિયા ન બનવું જોઈએ. રિસાઈકલિંગ ઓફ શિપસ બિલ ર૦૧૯ પર ચર્ચામાં ભાગ કેટલાક સાંસદોએ માગણી કરી હતી કે સરકારે જહાજો તોડવાથી પર્યાવરણ પર થતી અસરને ઘટાડવા માટે સરકારે યોગ્ય પગલાઓ લેવા જોઈએ. એન.સી.પી.ના સાંસદ સુપ્રિયા સુલેએ કહ્યું હતું કે ભારતને ડમ્પિંગ ગ્રાઉન્ડ ન બનાવો. તેમણે કહ્યું હતં કે મેક ઈન ઈન્ડિયા ડમ્પિંગ ઈન્ડિયા બની ગયું છે. બસપાના સાંસદ દાનિશ અલીએ કહ્યું હતું કે રોજગારી સર્જનના નામે કામદારોની સુરક્ષા સાથે બાંધછોડ થવી ન જોઈએ. બી.જે.ડી.ના સાંસદ એ.સામંતાએ કહ્યું હતું કે જહાજો તોડવા એક ભયજનક વ્યવસાય છે અને તેના માટે સખ્ત સુરક્ષા માર્ગદર્શિકા તૈયાર કરવી જોઈએ.