નવી દિલ્હી, તા. ૬
ખેતી તેમજ ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી કૈલાસ ચૌધરીએ શુક્રવારે રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન એક સવાલના જવાબમાં આ યોજનાની લાભર્થીઓનો રાજ્યવાર વિવરણ આપતા બતાવ્યું કે પશ્ચિમ બંગાળ એકમાત્ર રાજ્ય છે. જેનાથી અત્યાર સુધી કોઈ પણ ખેડૂતનું વિવરણ નથી મળ્યું. આના કારણે રાજ્યના કોઈપણ ખેડૂતને આ યોજનાનો લાભ નથી મળ્યો.
ચૌધરીએ બતાવ્યું કે આ યોજનાના લાભાર્થીઓનું વિવરણ કેન્દ્ર સરકારને રાજ્ય સરકારો દ્વારા સોંપવામાં આવવાનું રાજ્યોથી પ્રાપ્ત વિવરણના આધાર પર કેન્દ્ર સરકાર ખેડૂતોના બેંક ખાતામાં સન્માન નિધિની રકમ મોકલે છે.
ભાજપના પ્રભાતઝા દ્વારા પંજાબ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ખેડૂતોને આ યોજનાની રકમ ના મળી શકવાના વિશે પૂછવામાં આવ્યું તો પૂરક પ્રશ્નના જવાબમાં તેમણે બતાવ્યું કે મધ્યપ્રદેશમાં એક કરોડ આઠ હજાર કુલ ખેડૂતોમાં ૪૫ લાખ ખેડૂતોના બેંકખાતામાં આ યોજનાના પૈસા મોકલવામાં આવ્યા છે. ત્યારે રાજસ્થાનમાં પણ કુલ ૭૬.૫ લાખ ખેડૂતોમાંથી ૪૫ લાખ ખેડૂતોને આ યોજના હેઠળ પૈસા મળી ચૂકયા છે.
ખેડૂતોની દેવા માફીથી જોડાયેલ એક અન્ય પૂરક પ્રશ્નના જવાબમાં ચૈધરીએ બતાવ્યું કે મધ્યપ્રદેશમાં ૮૦ લાખ ખેડૂતોમાંથી ૨૦ લાખ, પંજાબમાં ૩૪ લાખમાંથી ૫ લાખ અને રાજસ્થાનમાં ૭૯ લાખમાંથી ૨૦ લાખ ખેડૂતોને જ અત્યાર સુધી દેવામાફી થઈ છે. તેમણે કહ્યું કે રાજ્યમાં ચૂંટણી સમયે ખેડૂતોની દેવામાફીની ધોષણાએ ચૂંટણી પછી રાજ્ય સરકારો દ્વારા પૂરી કરવાની જરૂરત પર જોર આપતાં કહ્યું કે દેવામાફી છેલ્લો ઉકેલ નથી. એટલે કેન્દ્ર સરકાર ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાની યોજનાઓને આગળ વધારી રહી છે.
એક અન્ય સવાલના જવાબમાં ખેતી અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રે કહ્યું કે પ્રધાનમંત્રી ખેડૂત સન્માન યોજનાનો અમલ પશ્ચિમ બંગાળને છોડીને પૂરા દેશમાં થઈ રહ્યો છે. પંજાબ, રાજસ્થાન અને મધ્યપ્રદેશે પણ આ યોજનામાં પોતાની ભાગીદારી કરી લીધી છે. આ રાજ્યોના ખેડૂતો વિવરણ કેન્દ્ર મળવા શરૂ થઈ ગયા છે. દેશમાં ૭.૫ કરોડ ખેડૂતોને આ યોજનાની હેઠળ રકમની ચુકવણી થઈ ચૂકી છે. આમાંથી ૫ કરોડ ખેડૂતોના બેંક ખાતાને આધારથી જોેડી દીધા છે. ડિસેમ્બરમાં આ ખેડૂતોને સન્માન નિધિની રકમ તેમના બેંક ખાતામાં મોકલી દેવામાં આવશે.