(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૧
શહેરના કાપોદ્રા વિસ્તારમાં રાહદારીને અડફેટે લેનાર કારને લોકોએ આંતરી ડ્રાઇવરની ધોલ ધપાટ કરી હતી.જેની કારમાંથી દારુની બોટલો મળી આવી હતી.બાદમાં પોલીસે તપાસ કરતાં ડ્રાઇવર અમરોલી પોલીસ મથકનો એએસઆઇ નિકળ્યો હતો.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર તા. ૨૪ મી નવેમ્બરના રોજ કાપોદ્રામાં કલાકુંજ સોસાયટી પાસે જીજે-૨૦-એન-૯૨૨૫ નંબરની કારના ચાલકે કાપોદ્રામાં કલાકુંજ સોસાયટીના ગેટ પાસે એક બાઇક સવારને ટક્કર મારી હતી. ત્યાર બાદ કાર એક થાંભલાને અથડાવી દીધી હતી. લોકો ભેગા થઈ ગયા હતા. કારમાં આગળ પોલીસનું બોર્ડ હતું. તેમજ કારમાંથી દારૂની બાટલીઓ મળી હતી. કારવાળાએ જેને ટક્કર મારી બે બાઇક સવારે ફરિયાદ આપવાની ના પાડી દીધી હતી. જોકે કારમાં દારૂની બાટલીઓ હોવાથી કાપોદ્રા પોલીસે ચાર જણા વિરુદ્ધ દારૂનો કેસ કર્યો છે. કારમાં સવાર ચારમાંથી એક આરોપી અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો એએસઆઈ જગદીશ પ્તતાપ કટારા હતો. જેને પોલીસ શોધી રહી હતી. દરમિયાન આજે સોમવારે કાપોદ્રા પોલીસે આરોપી જગદીશ કટારાની ધરપકડ કરી છે.આ ગુનાની વધુ તપાસ પોલીસ ચલાવી રહ્યી છે.