(એજન્સી) પટણા, તા.ર૪
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પૂરગ્રસ્ત બિહારની મુલાકાતે જઈ રહ્યા છે. તેઓ મુખ્યમંત્રી નીતિશકુમાર સાથે પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરશે અને ત્યારબાદ મુખ્યમંત્રી આવાસ પર યોજાયેલ ભોજન સમારંભમાં ભાગ લેશે.
અગાઉ ર૦૧૦માં જ્યારે બિહારમાં કોશી નદીના પૂરગ્રસ્તો માટે ગુજરાતના તાત્કાલિક મુખ્મંત્રી નરેન્દ્ર મોદીએ પ કરોડનો નીતિશકુમારને રાહત ફંડમાં આપેલો ચેક પરત કર્યો હતો. તેમજ ભાજપના વરિષ્ઠ નેતાઓ માટે યોજાયેલ ડીનર પાર્ટી પણ રદ કરી હતી. હવે ૭ વર્ષ બાદ ફરીથી નીતિશકુમાર વડાપ્રધાન મોદી માટે ભોજ સમારંભ યોજી રહ્યા છે. ૭ વર્ષ સુધી બંને નેતાઓ વચ્ચે શબ્દોનું યુદ્ધ ચાલ્યું હતું.
બંને નેતાઓએ ભૂતકાળના અણગમાને ભૂલી જઈ બિહારના વિકાસ માટે હાથ મિલાવી હવે બિહારની પૂરની સ્થિતિનું નિરીક્ષણ કરી તેનો કચાસ કાઢશે. તેમજ બિહાર માટે પૂર રાહત મદદની કેન્દ્ર પાસે માગણી કરાશે. શનિવારે વડાપ્રધાન મોદી એરફોર્સના ખાસ વિમાનમાં સવારે ૧૧ઃ૦૦ કલાકે પટણા આવી પહોંચશે. જ્યાં રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી અને મુખ્યમંત્રી નીતિશકુમાર તેમનું સ્વાગત કરશે. ત્યારબાદ તેઓ પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરશે. નિરીક્ષણ બાદ પરત પટણા આવી ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજશે. ત્યારબાદ મોદી નીતિશકુમાર સાથે લંચ લઈ પરત દિલ્હી રવાના થશે.
મોદી અને નીતિશ કુમાર વચ્ચે ર૦૧૦થી ર૦૧પ સુધી શાબ્દિક યુદ્ધની એક ઝલક.
• મોદી-ર૦૧પ બિહારમાં જંગલ રાજ.
• નીતિશકુમાર – ર૦૧પ ર૦૦રમાં ગુજરાતમાં શું થયું ? શું તે મંગલ રાજ હતું ?
• મોદી ર૦૧પ નીતિશના ડીએનએમાં કંઈક ખોટું છે.
• નીતિશ – હું સ્વાતંત્ર્ય સેનાનીનો પુત્ર છું. જેમણે સ્વાતંત્ર્ય ચળવળમાં ભાગ લીધો નથી. તેમ તેવા લોકોના સર્ટિફિકેટની મારે જરૂર નથી.
• મોદી – ર૦૧૪-૧પ ઠેર-ઠેર ભાજપનું વાવાઝોડું છે.
• નીતિશ – આવું કંઈ જ નથી ફક્ત હવાઈ તુક્કા છે.