શહેરા,તા.૧૮
પંચમહાલ શહેરા તાલૂકાના રેણા મોરવા પાસે કારચાલકે મોર્નિગ વોક કરવા નીકળેલા ત્રણ સિનીયર સિટીજનને અડફેટે લેતા ઘટના સ્થળે મોત નિપજ્યા હતા.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલૂકાના રેણા મોરવા ગામ પાસે વહેલી સવારે અકસ્માત થયો હતો. જેમા રેણા મોરવા થી ગોકળપુરા તરફ જવાના રસ્તા પર મોર્નિક વોક કરવા નીકળેલા ત્રણ સિનિયર સિટીજનને કાર ચાલકે ઘજી-૧૭-ભહ્ય-૪૩૮૩ ા૨૦ અડફેટે લીધા હતા.જેમા ત્રણેયના મોત થયા હતા. જ્યારે એક અન્ય ઇસમને ગોધરા સિવીલમાં ખસેડવામાં આવ્યો હોવાની સુત્રો દ્રારા માહિતી મળી હતી. ત્રણેય સિનીયર સિટીજનના મૃતદેહોને શહેરા ગામ ખાતે રેફરલ હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા. અને બનાવ ના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા. ત્યાં કારચાલક અકસ્માત કરીને ફરાર થઇ ગયો હોવાની માહિતી મળી હતી .ત્રણના મોત પગલે રેણા મોરવા પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો હતો. જેમાં મૃત્યુ પામનાર સુરેશ પટેલ ગૂણંવતભાઈ પટેલ, રણછોડભાઇ વાળંદ નો સમાવેશ થાય છે.