અમદાવાદ, તા.૧૯
કેન્દ્રીય શિપિંગ તથા કેમિકલ અને ફર્ટિલાઈઝર રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, “પથી ૭ માર્ચ દરમિયાન ‘ઈન્ડિયા ફાર્મા એન્ડ ઈન્ડિયા મેડિકલ ડિવાઈસ-ર૦ર૦”નું ગુજરાતમાં આયોજન થઈ રહ્યું છે, ત્યારે ગુજરાત માટે આ એક ગર્વની વાત છે, કેમ કે આ ક્ષેત્રમાં યુવાનો અને આંત્રપિન્યોર્સ માટે ઘણી બધી તકો રહેલી છે. કેન્દ્રીય રાજ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાત રાજ્ય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ અને મેડિકલ ડિવાઈસીસ ક્ષેત્રે મોખરે છે. ભારત સરકારના ફાર્માસ્ટુટિકલ વિભાગ, કેમિકલ અને ફર્ટિલાઈઝર મંત્રાલય, ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ‘ઈન્ડિયા ફાર્મા એન્ડ મેડિકલ ડિવાઈસ-ર૦ર૦’ ફાર્માસ્યુટિકલ્સ અને મેડિકલ ડિવાઈસ ઉદ્યોગની ઈન્ટરનેશનલ કોન્ફરન્સ અને એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સ પથી ૭ માર્ચ દરમિયાન મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાશે. આ સંદર્ભમાં કેન્દ્રીય રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ‘ઈન્ડિયા ફાર્મા એન્ડ ઈન્ડિયા મેડિકલ ડિવાઈસ-ર૦ર૦’એ ફોર્માસ્યુટિકલ ઉદ્યોગ અને મેડિકલ ડિવાઈસીસ ઉદ્યોગમાં ખૂબ જ અગત્યનો કાર્યક્રમ છે. જેમાં નીતિ ઘડનાર સમુદાય, ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ અને મેડિકલ ડિવાસીસ ઉદ્યોગના અગ્રણીઓ એકત્રિત થશે. હેલ્થ કેર સેક્ટરમાં અને ખાસ કરીને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ અને મેડિકલ ડિવાઈસીસ ક્ષેત્રે હવે પછી થનારા વિકાસ અંગે પણ પરામર્શ આ કોન્ફરન્સમાં કરવામાં આવશે. કેન્દ્રીય કેમિકલ અને ફર્ટિલાઈઝર મંત્રી સદાનંદ ગૌડાએ જણાવ્યું હતું કે, આ ત્રિ-દિવસીય કોન્ફરન્સ માટે ફાર્મા અને મેડિકલ ડિવાઈસ ઉદ્યોગના ૧પ૦થી વધુ સીઈઓને, ૧૮ દેશોનો ઈન્ટરનેશનલ ડ્રગ રેગ્યુલેટર્સ, પ૦થી વધુ દેશોના એમ્સેડર્સ અને કોમર્શિયલ કાઉન્સેલર્સને આમંત્રણ આપવામાં આવ્યું છે.