અમદાવાદ, તા.૨૩
બિન સચિવાલય ભરતી પરીક્ષાની તપાસમાં હવે નવો વળાંક આવ્યો છે. સત્તાવાળાઓએ સીટનો અને એફએસએલનો રિપોર્ટ માનવાનો ઇન્કાર કરીને સે.૭ના પીઆઇને તપાસ સોંપી છે અને ૧૧ મોબાઇલ એફએસએલમાં તપાસ માટે મોકલવામાં આવતા આ ૧૧ મોબાઇલ કોના છે તેના આધારે સમગ્ર પ્રકરણમાં નવો વળાંક આવી શકે તેમ છે. દરમ્યાનમાં ગાંધીનગર પોલીસે આરોપીને પકડવા સાત ટીમો રવાના કરી છે જે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ રવાના કરાઇ હોવાનું મનાય છે. બીજી તરફ સીટ પાસેથી પણ પેપર લીકની વિગતો મંગાવવામાં આવી છે સાથે સાથે ગૌણ સેવા પસંદગીને મળેલી ફરિયાદોની માહિતી પણ પોલીસે મંગાવી છે. પોલીસ દ્વારા ફેર તપાસ માટે કુલ ૧૧ મોબાઇલ એફએસએલ મા મોકલાયા તે તમામ ૧૧ મોબાઇલ ગુજરાતના હોવાનો ખુલાસો થયો છે સેકટર -૭ પોલીસ સ્ટેશનમા ગૌણ સેવા પસંદગી મંડળ ના સેક્રેટેરી દ્વારા નોંધાવાઇ હતી એફઆઇઆર તેની તપાસ પીઆઇને સોંપાઇ પોલીસે ૭ સાક્ષીઓના નિવેદન નોંધ્યા તેમજ કુલ ૧૧ મોબાઇલ એફએસએલમા તપાસ માટે મોકલ્યા. પરંતું એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પોલીસ સીટ ના અને એફએસએલના રિપોર્ટ ને નહી માને આધાર સીટ નો રિપોર્ટ અને એફએસએલ ના રિપોર્ટ ને માત્ર ઇન્કવાયરી રિપોર્ટ ગણી પોલીસ ફરીથી ફેર તપાસ કરશે. તેમાં તમામ ૧૧ મોબાઇલ માલિકોને પેપર કોની પાસેથી મળ્યા છે તેના નામ ખુલી શકે છે. જો કે, ગેરરીતિ સામે આંદોલન છેડનાર વિદ્યાર્થી ઓના પેટમાં તેલ રેડાયુ પોલીસના એફ.એસ.એલના રિપોર્ટમાં અને સીટના એફ.એસ.એલના રિપોર્ટમાં આવશે ફેરફાર..? ગુનેગારો સરકાર ની નજીક ના જ મનાઇ રહ્યા છે ત્યારે ગુના સંદર્ભે થનાર એફએસએલના તપાસ રિપોર્ટ બદલાઇ જવાની વિદ્યાર્થીઓમાં દહેશતની લાગણી ફેલાઇ છે.