(સંવાદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૪
જામનગરના પરડવા ગામમાં જંગલની જમીનને નોન એગ્રીકલ્ચર લેન્ડમાં તબદીલ કરી અને તે જગ્યા પર નીકળતા લાઇન સ્ટોર પર કબજો જમાવવાના હેતુથી ખરીદેલી જમીનના વિવાદ મામલે હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીના પગલે આજની સુનવણીમાં પણ સરકાર દ્વારા એફિડેવિટ ફાઇલ ના કરતા ગુજરાત હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આવતી મુદ્દતે તમારી પાસે આખરી ચાન્સ છે. એફિડેવિટ ફાઇલ કરવા માટે અને વધુ સુનાવણી ૧૩ જાન્યુઆરીએ મુકર્રર કરી છે. આ કેસમાં અગાઉ હાઈકોર્ટે પૂર્વ મંત્રી બાબુ બોખીરિયાને ઇસ્યુ કરી હતી નોટિસ. રાજ્ય સરકારે જંગલખાતા, મહેસૂલ ખાતા સહિતના વિભાગો માટે કોર્ટની નોટિસ સ્વીકારી હતી. બાબુ બોખીરિયાના સગા સબંધીની ભાગીદારી પેઢી કોર્ટમાં સામેથી હાજર થઈ અને જવાબ રજૂ કરવા માટે માંગ્યો હતો સમય. વિકસાવેલા જંગલને નાશ કરી અને જમીન ખાનગી પક્ષકારોને આપી દેવાના કથિત કારસાને ઉજાગર કરતી જાહેર હિતની અરજીમાં બાબુ બોખીરીયા બે અઠવાડિયામાં જવાબ રજૂ કરવાનો હતો . પીટિશનરના એડવોકેટે જણાવ્યા અનુસાર ૨૦૦૦ની સાલમાં સરકારે પરડવા ગામમાં સરકારી સર્વેની ૨૦૦ હેકટર જમીન સરકારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સુપ્રત કરી છે. કબજો તો પહેલાં લેવાઈ ગયો હતો પણ ૨૦૦૦ની સાલથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને રિઝર્વ ફોરેસ્ટ ડિકલેર કરી એક ગાઢ જંગલનો ત્યાં વિકાસ કરેલ છે. જ્યાં વન્યજીવો વસેલા છે અને અત્યારે સંપૂર્ણ ગાઢ જંગલમાં પરિવર્તિત થઈ ગયું છે. એ ફોરેસ્ટની જમીન કેટલીક પ્રાઇવેટ પાર્ટીને સરકારે જમીન ગ્રાન્ટ કરેલી તેમાં એના ખોટા પાવર ઓફ એટર્ની લઈ બાબુભાઈ બોખરીયા તથા તેમના સગાસંબંધીઓ દ્વારા આ જમીન જેમને એલોટ થઈ હતી તે લોકોએ બાબુભાઈને વેચી હતી એવા પાવર ઓફ એટર્ની કરીને દાવા કરવામાં આવ્યા હતા. દાવામાં ડિગ્રી થઈ અને તેની સામે અપીલ થઈ અને કોઈને ખબર ન પડે તેમ એકસ પાર્ટી એલાવ કરાવી. અંતે વીર ટ્રેડિંગ કંપની નામની પેઢી બનાવી જે પાર્ટનરશિપ ફોર્મ છે જેમાં બાબુભાઈ બોખરીયાનો દિકરો અને એમના જમાઈઓ ભાગીદાર છે. એમણે આ જમીન ખરીદી અને જમીન ખરીદ્યા પછી રેવન્યુ ડિપાર્ટમેન્ટે આ ફાળવણી કરેલી જગ્યા રેવેન્યુ ડિપાર્ટમેન્ટની અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કહે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની છે અને ગામમાં નહીં તેની સામેની બાજુની જમીન છે અને આ જમીન માટે મતભેદ ઊભા થયા છે. મૂળ વિવાદનું કારણ આ જમીનની નીચે પ્યોર લાઇમ સ્ટોન છે તેનું ઉત્તખનન કરવા માટેનો આખો કારસો છે.