Site icon Gujarat Today

છોટાઉદેપુરના જામલા પાસે બે ટ્રક સામ-સામે ભટકાતાં એકનું મોત

છોટાઉદેપુર, તા.ર૭
છોટાઉદેપુરના જામલા પાસે બે ટ્રકની સામસામેં ધડાકાભેર ભટકાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં એક શ્રમજીવીનું ઘટના સ્થળે મોત તથા એક મજૂર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવા પામેલ છે.
છોટા ઉદેપૂર થી નજીક આવેલ જામલા ગામમાં ગંભીર અકસ્માત થવા પામેલ હતો જેમાં એકને ધટના સ્થળે મોત અને એક ને ગંભીર ઈજા ઓ થઈ હતી ઇજાગ્રસ્ત ને ૧૦૮ દ્વારા છોટાઉદેપુર ના જનરલ હોસ્પિટલ ખસેડાયો હતો.
જામલા નજીક ના અકસ્માતમાં બંને ટ્રકો એટલી જોરદાર અથડાઈ કે બંને ટ્રકના વ્હીલ નીકળી ગયા હતા. પથ્થરની ખાણ માંથી ફેક્ટરી ઉપર ડોલોમાઈટ પથ્થર ના ફેરા કરતી હતી બંને ટ્રકોના અકસ્માતને લઈ કલાકો સુધી ચક્કાજામ થયો હતો.
છોટાઉદેપુર ડોલોમાઈટ ની માઇનસોમાં ચાલતી ટ્રકો માં મુઠ્ઠભર ટ્રકો ને બાદ કરતાં મોટા ભાગની ટ્રકો ટેક્સ વીમા પારસિંગ વગર ચાલી રહી હોવાની વિગતો જાણવા મળી છે,, જ્યારે બીજી તરફ ડોલોમાઈટ પથ્થર વહન કરતી ટ્રકો ની સબંધિત વિભાગ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવે તે ખૂબ જરૂરી હોવાનું રાહદારીઓ, સ્થાનિકો તેમજ માઇન્સ માલિકો દ્વારા જાણવા મળી રહ્યું છે.

Exit mobile version