(એજન્સી) નવી દિલ્હી,તા.૧૫
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (આઇએમએ)એ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટોચની ફોર્માસ્યુટિકલ કંપનીઓ છોકરીઓ પુરી પાડવા, ગેઝેટ્સ કે વિદેશ પ્રવાસની ડોક્ટરોને લાંચ આપતી હોવાનું તેમનું કથિત નિવેદન પૂરવાર કરવા કે માફી માગવાની વડાપ્રધાન પાસે માગણી કરી હોવાનું હિન્દુમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ અહેવાલમાં જણાવવામાં આવ્યુંં છે. વડાપ્રધાન મોદીએ બીજી જાન્યુઆરીએ ઝાયડસ કેડિલા, ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ અને વોકહાડ્ર્ટ જેવી ટોચની ફાર્માસ્યુટિકલ કંપનીઓના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે દવા બનાવતી કંપનીઓના પ્રતિનિધિઓ પોતાના સ્વાર્થ સાધવા માટે ડોક્ટરોની મહેરબાની મેળવવા માટે માર્કેટિંગની અનૈતિક યુક્તિઓ અપનાવે છે. મીડિયામાં એવા અહેવાલો પણ પ્રસિદ્ધ થયા છે કે ટોચની દવા કંપનીઓ ડોક્ટરોને છોકરીઓ પુરી પાડતી હોવાનું વડાપ્રધાને તેમના નિવેદનમાં કહ્યું હતું. આઇએમએએ એવી પણ નોંધ કરી છે કે મીડિયામાં પ્રસિદ્ધ કરવામાં આવેલા આ અહેવાલોના વડાપ્રધાન કાર્યાલય દ્વારા નકારી કાઢવામાં આવ્યા નથી. જો ખરેખર વડાપ્રધાન દ્વારા આવું નિવેદન કરવામાં આવ્યું હોય તો, આઇએમએ એ તેની સામે ભારે વાંધો ઉઠાવ્યો છે. આઇએમએ દ્વારા એવો પ્રશ્ન કરવામાં આવ્યો છે કે જો દવા બનાવતી કંપનીઓની ડોકટરોને છોકરીઓ પુરી પાડવામાં સંડોવણી છે તો, સરકાર શા માટે તેમની સામે ફોજદારી કાર્યવાહી કરતી નથી ? અને શા માટે સરકાર દવા કંપનીઓ સાથે બેઠક કરવા માટે તેમને આમંત્રિત કરે છે ?