InternationalNational

પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પ સાથે ડોનાલ્ડ ટ્રમ્પ ૨૪થી ૨૫ ફેબ્રુઆરીએ ભારતનો પ્રવાસ ખેડશે, યાત્રા દરમિયાન દંપતી અમદાવાદ જશે

(એજન્સી) વોશિંગ્ટન, તા.૧૧
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચાલુ મહિનાને અંતે બે દિવસના પ્રવાસે ભારત આવવાના હોવાની વ્હાઇટ હાઉસે મંગળવારે જાહેરાત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પનો ભારતનો પ્રથમ પ્રવાસ હશે. ૨૪થી ૨૫ ફેબ્રુઆરી દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમનાં પત્ની તેમ જ અમેરિકાનાં પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પ નવી દિલ્હી અને અમદાવાદ પણ જવાના હોવાનું વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી સ્ટેફનિ ગ્રિશમે જણાવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પના પુરોગામી બરાક ઓબામાએ ૨૦૧૦ અને ૨૦૧૫માં બે વાર ભારતનો પ્રવાસ ખેડયો હતો. સ્ટેફનિએ જણાવ્યું કે સપ્તાહના અંતે ફોન પર થયેલી વાતચીતમાં ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકી રાષ્ટ્રપતિના ભારતના પ્રવાસથી ભારત અને અમેરિકાની વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત થવાની બાબતે સહમત થયા છે. બંને નેતાઓએ ભારત અને અમેરિકાના લોકો વચ્ચેના સંબંધો પણ વધુ ગાઢ બનશે. ડોનાલ્ડ ટ્રમ્પના ભારતના પ્રવાસને મહત્વનો ગણાવીને અમેરિકા-ભારત વ્યૂહાત્મક અને ભાગીદારી ફોરમના પ્રમુખ મુકેશ અઘીએ જણાવ્યું કે અમેરિકાના છેલ્લા ત્રણ રાષ્ટ્રપતિઓએ ભારતનો પ્રવાસ ખેડ્યો છે. તેમણે એવું પણ કહ્યું કે પ્રદેશને આ સંદેશ મોકલવાનું જરૂરી છે કે ભારત અમેરિકાનો એક મહત્વનું ભાગીદાર છે અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેની કદર કરે છે.

ડોનાલ્ડ ટ્રમ્પના નવી દિલ્હીના પ્રવાસ પહેલા ભારત લોકહીડ માર્ટિન પાસેથી અમેરિકી નૌકાદળના હેલિકોપ્ટર માટે ૨.૬ અબજ ડોલરની ડીલને આખરી ઓપ આપશે

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચાલુ મહિનાના અંતે ભારતના પ્રવાસ પહેલા ભારત અમેરિકાની સંરક્ષણ કંપની લોકહીડ માર્ટિન પાસેથી સૈન્ય હેલિકોપ્ટર્સ ખરીદવા માટેની ૨.૬ અબજ ડોલરની ડીલને મંજૂરી આપવા તૈયાર થઇ ગયું હોવાનું સંરક્ષણ અને ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ચીનનો પ્રતિકાર કરવા માટે વેપાર અંગેના તીવ્ર મતભેદોથી અસરગ્રસ્ત ભારત અને અમેરિકા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો મજબૂત બનાવવાના પ્રયાસમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારતના પ્રવાસ સામેના બધા જ અવરોધો દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે. ભારતે ચીન સાથેનું અંતર ઘટાડવા અને તેના સૈન્યને આધુનિક બનાવવા માટે નવી દિલ્હીના પરંપરાગત સપ્લાયર રશિયાને છોડીને ૨૦૦૭થી અમેરિકા પાસેથી ભારતની શસ્ત્રોની ખરીદી ૧૭ અબજ ડોલર સુધી પહોંચી ગઇ છે. સંરક્ષણ મંત્રાલયના અધિકારી અને ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું છે કે સુરક્ષા અંગેની મોદીની કેબિનેટ સમિતિ આગામી બે સપ્તાહમાં ભારતીય નૌકાદળ માટે ૨૪ એમએચ-૬૦આર સીહોક હેલિકોપ્ટર્સની ખરીદીને મંજૂરી આપે તેવી ધારણા છે. ઉદ્યોગના સૂત્રોએ એવું પણ જણાવ્યું છે કે આ સરકારથી સરકારની ડીલ છે. ડીલની વિગતો પર બંને દેશોની સરકારો સંમત્ત થશે. ભારત સરકાર અને લોકહીડ વચ્ચે લાંબી મંત્રણાઓ ટૂંકાવવા માટે ભારતના યુદ્ધ જહાજો પર તૈનાત કરવા માટે આ હેલિકોપ્ટર્સ અમેરિકી વિદેશી સૈન્ય વેચાણના રૂટથી લાવવામાં આવશે.

અમેરિકાએ ભારતના સશસ્ત્ર દળોને આધુનિક બનાવવા ૧.૮૬૭ અબજ
ડોલરની અદ્યતન એર ડિફેન્સ વેપન સિસ્ટમ ભારતને વેચવા બહાલી આપી

(એજન્સી) વોશિંગ્ટન, તા.૧૧
હવાઇ હુમલાથી ઉભા થયેલા ભયને પહોંચી વળવા માટે ભારતના સશસ્ત્રદળોને અધુનિક બનાવવા અને તેના વર્તમાન સંરક્ષણ માળખાનું વિસ્તરણ કરવા માટે આશરે ૧.૮૬૭ અબજ ડોલરની ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ (આઇએડીડબ્લ્યુએસ)ના ભારતને વેચાણની અમેરિકાએ બહાલી આપી છે. સંરક્ષણ સુરક્ષા સહકાર એજન્સીએ જણાવ્યું કે ટ્રમ્પ વહીવટીતંત્રે અમેરિકી સંસદને અદ્યતન એર ડિફેન્સ વેપન સિસ્ટમ ભારતને વેચવાના તેના સંકલ્પની જાણ કરી હતી. એક જાહેરનામામાં અમેરિકાના વિદેશ વિભાગે કોંગ્રેસને જણાવ્યું કે સમગ્ર સિસ્ટમની કીમત આશરે ૧.૮૬૭ અબજ ડોલરની છે. આ અત્યાધુનિક એર ડીફેન્સ વેપન સિસ્ટમની સાથે અમેરિકા ભારતને સંબંધિત સામગ્રીઓ અને સર્વિસ પણ આપશે તેમ જ ટેકનીકલ સપોર્ટ પણ આપશે સાથો સાથ એન્જિનિયરિંગ અને લોજિસ્ટિક સપોર્ટ પણ ભારતને પૂરા પાડશે. અમેરિકી વિદેશ વિભાગે જણાવ્યું કે હવાઇ હુમલાથી સર્જાયેલા ભયને પહોંચી વળવા માટે ભારત તેના સશસ્ત્ર દળોને મજબૂત અને આધુનિક બનાવવા તેમ જ તેના વર્તમાન હવાઇ સંરક્ષણ માળખાનું વિસ્તરણ કરવા માટે આ સંરક્ષણ સાધનો અને સેવાઓનો ઉપયોગ કરશે. ભારતે ઘણા સમય પહેલા આ પ્રકારની હવાઈ ડિફેન્સ સિસ્ટમની માગણી કરી હતી અને ત્યારબાદ આ મુદ્દા પર બંને દેશો વચ્ચે અલગ-અલગ સ્તરે મંત્રણા ચાલુ હતી.આ સિસ્ટમ મળી ગયા બાદ ભારત હવાઇ ક્ષેત્રમાં વધુ શક્તિશાળી અને ઘાતક શક્તિ ધરાવતો દેશ બની જશે. અમેરિકી વિદેશ વિભાગ દ્વારા ગઈકાલે આ દરખાસ્તને મંજૂરીની મહોર મારવામાં આવી હતી અને ત્યારબાદ નોટિફિકેશન જારી થયું હતું અને અમેરિકી કોંગ્રેસને તેનાથી માહિતગાર કરવામાં આવી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
International

બ્રિટનના પત્રકાર સંઘે ગાઝા પર ઇઝરાયેલના હવાઈહુમલામાં પાંચ પત્રકારોની હત્યાની ટીકા કરી

(એજન્સી) તા.૨૮બ્રિટિશ નેશનલ યુનિયન ઓફ…
Read more
International

અરબ લીગે અલ-અક્સા મસ્જિદ પરઇઝરાયેલના મંત્રીની ઘૂસણખોરીની નિંદા કરી

(એજન્સી) કૈરો, તા.૨૮અરબ લીગ (AL)ના…
Read more
International

બશર અસદના સંબંધીઓએ લેબેનોનથી બહાર જવાનો પ્રયાસ કરતાં ધરપકડ કરવામાં આવી

(એજન્સી) તા.૨૮સીરિયન રાષ્ટ્રપતિ બશર…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.