Site icon Gujarat Today

ટ્રમ્પના રૂટને વૃક્ષો અને ફૂલોથી સુશોભિત કરવા કરોડો ખર્ચાશે

અમદાવાદ, તા.૧૭
અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૪ ફેબ્રુઆરીએ ગુજરાતના મહેમાન બનવાના છે. ત્યારે અમદાવાદ શહેરને દુલ્હનની જેમ શણગારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પીએમ મોદી અને ટ્રમ્પની ખાસ મુલાકાત અને શહેરના બ્યૂટિફિકેશન માટે ૧૨૦ કરોડનો ખર્ચ કરવામાં આવનારો છે. ટ્રમ્પ જે રૂટ પરથી પસાર થવાના છે ત્યાં અનેકવિધ ફૂલો અને વૃક્ષોનું સુશોભન કરવામાં આવી રહ્યું છે. મોદી અને ટ્રમ્પની અમદાવાદ મુલાકાત પાછળ અંદાજે ૧૨૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જેમાં ૧૮ રસ્તાઓ અને અન્ય ઇન્ટરનલ રસ્તાઓનું નવિનીકરણ કરવામાં આવશે, જેની પાછળ ૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. ટ્રમ્પ જે રૂટ પરથી પસાર થવાના છે ત્યાં નવા ફૂટપાથ અને સ્ટેજના કાર્યક્રમ પાછળ ૩૫થી ૪૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જ્યારે રૂટના બ્યૂટિફિકેશન માટે ૩.૭૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરાઈ રહ્યો છે. ટ્રમ્પ જે રૂટ પર પસાર થવાના છે ત્યાં ૩.૭૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે. જેમાં અમુક સ્થળે વિવિધ ફૂલોના કૂંડા મૂકવામાં આવશે અને ૧ લાખ વૃક્ષો રૂટ ઉપર મૂકવામાં આવશે. ચિમનભાઈ પટેલ બ્રિજથી મોટેરા સ્ટેડિયમ અને એરપોર્ટ સુધીના રોડ પર ૧.૭૫ કરોડ રૂપિયાનું સુશોભન કરવામાં આવશે. આ રૂટને ૧.૭૩ કરોડ રૂપિયાના ફૂલોથી સુશોભિત કરવામાં આવશે. જ્યારે જુંડાલ સર્કલ રોડ પર ૧.૯૦ કરોડના ખર્ચે ફૂલોથી સજાવટ કરવામાં આવશે.

Exit mobile version