(એજન્સી) નવી દિલ્હી, તા.૨૬
વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી આજે કેબિનેટની બેઠકમા નેશનલ ટેક્નિકલ ટેક્સટાઈલ મિશનને મંજૂરી આપવામાં આવી છે. ટેક્નિકલ ટેક્સટાઈલ મિશનની સાથે સાથે કેબિનેટે સરોગેસી એમેંડમેન્ટ એક્ટને પણ મંજૂરી આપી છે. જેના દ્વારા હવે સરોગેસી કાયદાને વધારે કડક બનાવ્યો છે. આ ઉપરાંત ફૂડ પ્રોસેસિંગ ઈંડસ્ટ્રીઝના બે ઈંસ્ટીટ્યૂટને રાષ્ટ્રીય સંસ્થાનો દરજ્જો આપવાનો પણ નિર્ણય લેવાયો છે. આપને જણાવી દઈએ કે, ૧ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે જે જાહેરાત કરી હતી, તેમાં નેશનલ ટેક્સટાઈલ મિશન બનાવવાની જાહેરાત કરી હતી.
ભારત દર વર્ષે ૧૬૦૦ કરોડ ડૉલર એટલે કે, લગભગ ૧.૧૩ લાખ કરોડ રૂપિયા ટેક્નિકલ ટેક્સટાઈલ ઈમ્પોર્ટ કરે છે. આવકમાં કાપ મૂકવા માટે આ મિશનમાં ૧૪૮૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, ટેક્નિકલ ટેક્સટાઈલનો ઉપયોગ અલગ અલગ સેક્ટરમાં કરવામાં આવે છે. એટલે કે મેડિકલ સેક્ટર્સથી લઈને એગ્રો સેક્ટરમાં પણ તેનો ઉપયોગ થાય છે. આ અંતર્ગત ૫૦ હજાર લોકોને તાલીમ આપવાની વ્યવસ્થા ઊભી કરાઈ છે. પરંપરાગત ટેક્સટાઈલનું ૫૦ બિલિયન ડૉલરની નિકાસ થાય છે, જ્યારે ૧૬ બિલિયન ડૉલરનું ટેક્નિકલ ટેક્સટાઈલની આવક કરે છે. સરકારે આવક ઓછી કરી ઘરેલું ઉત્પાદન પર ભાર આપ્યો છે. જેના માટે બજેટમાં ૧૪૮૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
આ ઉપરાંત જો કોઈ લગ્ન કરેલા દંપતિઓ બાળક જન્મ માટે અન્ય કોઈ મહિલાનો કોખનો ઉપયોગ કરે છે. તેના કાયદામાં પણ ફેરફાર કર્યો છે. સરોગેસીમાં બાળકનો જન્મ કરવા પાછળના અનેક કારણો હોય છે. જેમ કે, કપલને જો પોતાનું બાળક થતું નથી, મહિલાના જીવને ખતરો છે, અથવા તો કોઈ મહિલા ખુદ પોતે બાળક પેદા કરવા નથી માગતી. ત્યારે હવે આ કાયદામાં પણ કડકાઈ દાખવવામાં આવી છે.