(એજન્સી) નવી દિલ્હી, તા.ર૬
દિલ્હી પ્રદેશ ભાજપના પ્રમુખ મનોજ તિવારીએ દિલ્હીની હિંસા મુદ્દે એક નિવેદનમાં જણાવ્યું છે કે, પક્ષના કાર્યકરો પ્રજામાં ખોટા સંદેશા જાય તેવા કાર્યોથી દૂર રહી શાંતિ સ્થાપવાનો પ્રયાસ કરે. તિવારીએ કહ્યું કે, ગૃહમંત્રીના અધ્યક્ષ પદે મળેલ તમામ પક્ષોના નેતાઓની બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે દરેકે ઉશ્કેરણીજનક નિવેદનોથી દૂર રહેવું. ભાજપના નેતા કપિલ મિશ્રાએ મોજપુર ખાતે સીએએ તરફી રેલીમાં ઉપસાવનારું ભાષણ આપ્યું હતું. તિવારીએ તમામ ભાજપના નેતાઓને આવા નિવેદનોથી દૂર રહેવા જણાવ્યું હતું. કોઈપણ નેતા લોકોમાં મૂંઝવણ ઊભી થાય તેવા નિવેદનો નહીં કરે. કેટલાક લોકો ઈરાદાપૂર્વક સામાન્ય લોકોને ગેરમાર્ગે દોરે છે. દેશના દરેક નાગરિકને વિરોધનો અધિકાર છે પરંતુ દેખાવોના નામે લોકોને હેરાન કરવાનો નહીં.